AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકામાં બે સાંસદો પર ઘરમાં ઘૂસી ગોળીબાર, મહિલા સાંસદ અને પતિનું મૃત્યુ

અમેરિકા મિનેસોટામાં એક ભયાનક ઘટનાક્રમમાં ડેમોક્રેટિક નેતાઓના ઘરોએ લક્ષ્ય બનાવીને હુમલાઓ કરાયા છે. આ ઘટનાઓમાં એક મહિલા સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ અને તેમના પતિના કરૂણ મોત નિપજ્યાં છે, જ્યારે બીજા એક સ્ટેટ સેનેટર અને તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે.

Breaking News : અમેરિકામાં બે સાંસદો પર ઘરમાં ઘૂસી ગોળીબાર, મહિલા સાંસદ અને પતિનું મૃત્યુ
| Updated on: Jun 14, 2025 | 9:32 PM
Share

પ્રથમ ઘટના બ્રુકલિન પાર્ક વિસ્તારમાં બની, જ્યાં સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા હોર્ટમેન અને તેમના પતિ માર્ક પર ગોળીબાર થયો. બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.

બીજી ઘટના ચેમ્પલિન વિસ્તારમાં ઘટી, જ્યાં સ્ટેટ સેનેટર જોન હોફમેન અને તેમની પત્ની યવેટ પર હુમલો થયો. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સર્જરી કરાઈ. ડોકટરોના જણાવ્યા મુજબ બંને હાલત હાલ સ્થિર છે અને તબિયત સુધરવાની આશા છે.

બંને હુમલાના સ્થળો થોડાં માઈલ દૂર

મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આ સમગ્ર મામલે નિવેદન આપતાં જણાવ્યું કે હુમલાઓ રાજકીય દુશ્મનાવટના અનુસંધાનમાં થયેલા હોવાની શક્યતા છે. બંને હુમલાના સ્થળો ચેમ્પલિન અને કલિન પાર્ક એકબીજાથી માત્ર થોડાં માઈલ દૂર છે.

પોલીસે જણાવ્યુ કે સેનેટર હોફમેનને ઓછામાં ઓછી બે અને તેમની પત્નીને ત્રણ ગોળીઓ વાગી. તેઓ તેમની પુત્રી હોપ સાથે રહે છે, જો કે ઘટના સમયે પુત્રી ઘરમાં હાજર હતી કે નહીં તે અંગે માહિતી જાહેર કરાઈ નથી.

સ્થાનિક લોકોને ઘરથી બહાર ન નીકળવા અપીલ

બ્રુકલિન પાર્કમાં હોર્ટમેન દંપતી પર હુમલા બાદ સ્થાનિક પોલીસએ તાત્કાલિક તૈનાત થઈ શંકાસ્પદને શોધી રહી છે. સ્થાનિક લોકોને ઘરથી બહાર ન નીકળવા અને અજાણ્યા વ્યકિતને દરવાજો ન ખોલવા અનુરોધ કરાયો છે. પોલીસની સૂચના મુજબ જો કોઈ એક જ અધિકારી દરવાજા પાસે આવે તો પણ દરવાજો ન ખોલવા અને પહેલાં 911 પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમગ્ર ઘટનાના રાજકીય સંબંધ હોવાની આશંકા વચ્ચે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">