Alcohol: આ પાછુ નવું સંશોધન આવ્યું, આલ્કોહોલ સુંઘવાથી મટી જશે કોરોના ! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ખુલાસો

|

Jul 06, 2021 | 4:27 PM

કોરોનાવાયરસના પ્રકોપ બાદ તેના નિદાન માટે ઘણા પ્રકારની સારવારના દાવા કરવામાં આવ્યા છે. અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આલ્કોહોલ સુંઘીને કોવિડ-19 વાયરસથી રાહત મળી શકે છે.

Alcohol: આ પાછુ નવું સંશોધન આવ્યું, આલ્કોહોલ સુંઘવાથી મટી જશે કોરોના ! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Alcohol: કોરોનાવાયરસ(Corona Virus)ના પ્રકોપ બાદ તેના નિદાન માટે ઘણા પ્રકારની સારવારના દાવા કરવામાં આવ્યા છે. કોરોના સામે લડાઈ લડવા માટે વૈજ્ઞાનિકો (Scientist)એ રસી પણ શોધી કાઢી છે, ત્યારે અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આલ્કોહોલ (Alcohol) સુંઘીને કોવિડ-19 (Covid 19) વાયરસથી રાહત મળી શકે છે. આ સંશોધન અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સેન્ટર ફોર ડ્રગ ઈવોલ્યુશન એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં આલ્કોહોલની વરાળ (Alcohol Vapor) સુંઘવાથી કોરોનાની સારવાર કરવા માટેના પ્રયોગો ચાલી રહ્યા છે. હાલ પ્રયોગના 3 તબક્કાના પરિણામો સામે આવ્યા છે. પ્રયોગના પરિક્ષણોમાં સામે આવ્યું છે કે, દર્દીઓને અમુક મિનિટ સુધી શ્વાસ લેવામાં રાહત અનુભવાઈ હતી.

આલ્કોહોલની વરાળ લેવાની વાતો ઘણા સમયથી સામે આવી રહી છે પરંતુ, ફેફસામાં રહેલા ઈન્ફેક્શનને લઈને આલ્કોહોલની વરાળ લેવાથી પહેલી વખત સફળતા પ્રાપ્ત થઈ છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જો આ પદ્ધતિ માટે સાર્વજનિક પ્રયોગની મંજૂરી આપવામાં આવશે તો આ એક મેડિકલ ક્રાંતિ સાબિત થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘણા આંતરરાષ્ટ્રીય જર્નલોમાં સંશોધન પ્રકાશિત થઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ બેસિક એન્ડ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં પ્રકાશિત ડો.સૈફુલ ઇસ્લામના સંશોધન પ્રમાણે ઈથેનોલ (Ethanol) સુંઘવાથી તેની અસર નાક દ્વારા ગળા અને ફેફસા સુધી પહોંચે છે. વૈજ્ઞાનિક શક્તિ શર્માએ અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને આ મામલે પત્ર લખ્યો હતો જે બાદ તેમને સામેથી જવાબ મળ્યો છે કે, આ ઉપાય કોરોના પર કારગર સાબિત થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Black Hole Tsunami: નાસાએ શેર કરી અવકાશમાં આવેલી ‘સુનામી’ની તસવીર, જુઓ બ્લેક હોલમાંથી નીકળતી રંગબેરંગી તરંગો

આ પણ વાંચો: 4 વર્ષ બાદ સૂર્યમાંથી નીકળી સૌથી મોટી સૌર જ્વાળા, જાણો પૃથ્વી પર ક્યારે થયું બ્લેકઆઉટ
Next Article