સુર્યમાંથી અચાનક નીકળેલી એક્સ શ્રેણીની વિશાળ જ્વાળાઓ (solar flare) વૈજ્ઞાનીકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. નવા સનસ્પોટ AR2838એ રેડિયેશનના શક્તિશાળી વિસ્ફોટ તરીકે 3 જુલાઇએ 4-વર્ષમાં સૌથી મોટી સૌર જ્વાળાઓનું ઉત્સર્જન કર્યું છે. તેનું X1.5 વર્ગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી જે સૌથી તીવ્ર જ્વાળા હોવાનું દર્શાવે છે.
આટલી મોટી સૌર જ્વાળા 4 વર્ષ બાદ જોવા મળી છે. અચાનક અને વધુ ઝડપથી અદૃશ્ય થઈ ગયેલા પ્રચંડ સૌર જ્વાળાઓ, સૂર્યના ઉપરના જમણા ભાગમાંથી નીકળી હતી. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિઓમાં આ જોઈ શકાય છે.
Fireworks & stars have a way of lighting up our night sky! 🎆 But that’s not the only thing they have in common – the elements that make up fireworks, wouldn’t be here without stars. Discover the stellar activity behind the #FourthOfJuly fireworks: https://t.co/rkeybVUgIY pic.twitter.com/YkUQGhpxhO
— NASA (@NASA) July 4, 2021
અહેવાલો મુજબ, 4 જુલાઈ 2017 બાદનો સૌથી મોટા સૌર જ્વાળા છે. વૈજ્ઞાનીકોના જણાવ્યા અનુસાર સૂર્યની આ જ્વાળાઓ શનિવારે રાત્રે ભારતીય સમય મુજબ 8:05 વાગ્યે બહાર આવી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે શનિવાર સવાર સુધી આ વિસ્તારમાં કોઈ સનસ્પોટ રચાયો ન હતો. સાંજે અચાનક સનસ્પોટ નીકળ્યો અને તે ઉભરાતાંની સાથે જ તેમાંથી X 1.6 શ્રેણીની જ્વાળાઓ નીકળી હતી અને બ્લેકઆઉટ સર્ડજાયો હતો.