Afghanistan Crisis : મહિલાઓ વિરુદ્ધ તાલિબાને ભર્યું મોટું પગલું, જુના મંત્રાલયને હટાવીને બનાવ્યું નવું મંત્રાલય

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan ) પર કબજો જમાવ્યા બાદ મહિલાઓ સાથે બિલકુલ એવું જ વર્તન કરવાનું શરૂ કર્યું છે જે પહેલા શાસન દરમિયાન કરવામાં આવતું હતું.

Afghanistan Crisis : મહિલાઓ વિરુદ્ધ તાલિબાને ભર્યું મોટું પગલું, જુના મંત્રાલયને હટાવીને બનાવ્યું નવું મંત્રાલય
File photo

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધ મુક્યા છે. મહિલાઓએ તેના હકને લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ વચ્ચે અફઘાનિસ્તાનના નવા તાલિબાન શાસકોએ એક વખત મહિલા બાબતોના મંત્રાલય રહી ચૂકેલા એક ભવનમાં શનિવારે વર્લ્ડ બેન્ક પ્રોગ્રામના કામદારોને બળજબરીથી હાંકી કાઢીને “સદ્ભાવનાનો પ્રચાર અને ગેરરીતિ નિવારણ” મંત્રાલયની સ્થાપના કરી છે.

કાબુલ પર કબજો કર્યા બાદ અને સરકારમાં આવ્યાના માત્ર એક મહિના બાદ મહિલાઓના અધિકારો પર પ્રતિબંધ લાદવાની તાલિબાનની આ નવી ચાલ છે. તાલિબાને છોકરીઓ અને મહિલાઓને શિક્ષણનો અધિકારથી વંચિત કરી દીધા હતા. 1990માં તેમના શાસન દરમિયાન તેમના જાહેર જીવન પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ વચ્ચે શનિવારે પૂર્વ પ્રાંતીય રાજધાની જલાલાબાદમાં તાલિબાનના વાહનોને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી છે. હજી સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

પરંતુ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ આ વિસ્તારમાં તેમનું મુખ્ય મથક ધરાવે છે અને તે તાલિબાનના દુશ્મન છે. કાબુલમાં મહિલા બાબતોના મંત્રાલયની બહાર એક નવો વિકાસ થયો જ્યારે જાહેરાત કરવામાં આવી કે તે હવે ‘પ્રચાર અને માર્ગદર્શન અને સદ્ગુણ પ્રચાર અને ગેરવર્તન નિવારણ મંત્રાલય’ હશે.

મહિલાઓથી સંબંધિત કાર્યક્રમ બંધ
વર્લ્ડ બેંક 10 કરોડ ડોલર મહિલા આર્થિક સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ કાર્યક્રમ શનિવારે બંધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સભ્ય શરીફ અખ્તર હટાવવામાં આવી રહેલા લોકોમાં સામેલ છે. અફઘાન વિમેન્સ નેટવર્કના વડા મબૂબા સૂરજે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓ માટે તાલિબાન સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોથી તેઓ ચોંકી ગયા હતા.

આ દરમિયાન તાલિબાન સંચાલિત શિક્ષણ મંત્રાલયે 7 થી 12 ના વર્ગના છોકરાઓને શનિવારથી તેમના પુરુષ શિક્ષકો સાથે શાળામાં આવવાનું કહ્યું હતું. પરંતુ આ વર્ગોમાં છોકરીઓએ હાજરી આપવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

અગાઉ સમાન શિક્ષણનું વચન આપ્યું હતું
અગાઉ ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે છોકરીઓને શિક્ષણ મેળવવા માટે સમાન અધિકાર આપવો જોઈએ. સૂરજ અનુમાન કર્યું હતું કે, વિરોધાભાસી નિવેદન તાલિબાનમાં વિભાજનને પ્રદર્શન કરી શકે છે. મહિલા અધિકારો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 2003 માં અફઘાનિસ્તાન પરત આવેલા અફઘાન-અમેરિકન સૂરજે કહ્યું કે તેના ઘણા સાથી કાર્યકરો દેશ છોડી ગયા છે.

શનિવારે જ પાકિસ્તાનની નેશનલ એરલાઇન્સની ફ્લાઇટ 322 મુસાફરો સાથે કાબુલ એરપોર્ટથી રવાના થઇ હતી, જ્યારે ઇરાનથી બીજી ફ્લાઇટ 187 મુસાફરો સાથે ઉપડી હતી.

 

આ પણ વાંચો :વિપક્ષ પર પીએમ મોદીનું નિશાન, મારા જન્મદિવસે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ તાવ એક રાજકીય પક્ષમાં આવ્યો છે, શું કોઈ તર્ક છે?

આ પણ વાંચો :IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati