Afghanistan Crisis : શું હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયા છે અમેરિકી નાગરિકો ? વિદેશમંત્રીએ કહ્યું કે ફસાયેલા નાગરિકોના સંપર્કમાં
અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિકન (Antony Blinken) જણાવ્યું હતું કે, અમે કતાર અને તુર્કીમાં અમારા સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી કાબુલ એરપોર્ટને જલ્દીથી ઠીક કરી શકાય.
Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા બાદ અમેરિકાએ 20 વર્ષથી રહેલા સૈનિકોને પાછા બોલાવી લીધા હતા. આ સાથે જ 31 ઓગસ્ટ નિકાસ અભિયાનની પ્રકિયા પુરી કરી દેવામાં આવી હતી. આમ છતાં પણ હજુ ઘણા નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. તે લોકો દેશ છોડીને અમેરિકા જવા માંગે છે તે લોકો હજુ પણ સંપર્કમાં છે.
અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિકન (Antony Blinken) શુક્રવારે કહ્યું કે અમારી નવી ટીમ કતારના દોહામાં કામ કરી રહી છે. અમે અફઘાનિસ્તાનમાં રહેતા અમેરિકનો સાથે સતત સંપર્કમાં છીએ જે દેશ છોડવા માંગે છે. બ્લિંકને કહ્યું, ‘જેમણે દેશ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તે દરેક અમેરિકન નાગરિકને કેસ મેનેજમેન્ટ ટીમને સોંપી દીધો છે.’વધુમાં કહ્યું હતું કે અમે તાલિબાન સાથે વાતચીત ચાલુ રાખીશું. અફઘાનોને મદદ કરવી એ અમેરિકાની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું, ‘અફઘાનને મદદ કરવી એ અમારા માટે માત્ર પ્રાથમિકતા નથી, પરંતુ તે તેના કરતા પણ વધારે છે. આ એક પ્રતિબદ્ધતા છે. UNSCનો ઠરાવ તાલિબાન પાસેથી આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓ સ્પષ્ટ કરે છે, જેમાં મુસાફરીની સ્વતંત્રતા, અફઘાન, મહિલાઓ અને બાળકોના મૂળભૂત અધિકારોને જાળવી રાખવા સહિતનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રી બ્લિન્કેન રવિવારે કતારની મુલાકાત લેશે
વિદેશમંત્રીએ કહ્યું હતું કે, “અમે કતાર અને તુર્કીમાં અમારા સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી કાબુલમાં એરપોર્ટને જલ્દીથી ઠીક કરી શકાય.” એન્ટોની બ્લિંકને શુક્રવારે કહ્યું કે તેઓ રવિવારે કતારની મુલાકાત લેશે અને દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં મદદ કરનાર લોકોનો આભાર માનશે અને બાદમાં મંત્રીની બેઠક માટે જર્મની જવા રવાના થશે.
જર્મનીમાં મંત્રીમંડળની બેઠકમાં ભાગ લેશે
બ્લિંકને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓ કતારની રાજધાની દોહામાં ચોવીસ કલાક કામ કરી રહેલા અફઘાનો અને કામદારોને મળશે, જેઓ છે. આ પછી, તે જર્મનીના રામસ્ટેઇન એર બેઝ પર પણ જશે જ્યાં તે અફઘાન લોકો સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે જર્મનીમાં યોજાનારી મંત્રી સભામાં 20 થી વધુ દેશોના અમારા સાથીઓ સામેલ છે, જેમણે અફઘાનના સ્થાનાંતરણ અને સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : Edible oil price : નાગરિકો માટે ખુશીના સમાચાર, આ મહિને સસ્તું થશે ખાદ્ય તેલ, છેલ્લા એક વર્ષથી થઇ રહ્યો ભાવમાં વધારો
આ પણ વાંચો : RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?