અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન : બુધવારથી 33 મંત્રીઓની ટીમ સંભાળશે કાર્યભાર, અહી વાંચો સંપૂર્ણ લીસ્ટ

માહિતી અનુસાર, અફઘાનિસ્તાનની નવી સરકાર બુધવારથી સત્તા સંભાળી શકે છે. આ માટે, શપથ ગ્રહણ જેવું કોઈ આયોજન કાલના દિવસમાં જ થઈ શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન : બુધવારથી 33 મંત્રીઓની ટીમ સંભાળશે કાર્યભાર, અહી વાંચો સંપૂર્ણ  લીસ્ટ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકાર હશે જેના મુખીયા મુલ્લા મુહમ્મદ હસન અખુંદ હશે. નવી સરકારમાં કુલ 33 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે તેમાં કોઈ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

જબીહુલ્લાહ મુજાહિદ દ્વારા  નવી અફઘાન સરકાર અને મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની નવી સરકાર બુધવારથી સત્તા સંભાળી શકે છે. આ માટે, શપથ ગ્રહણ જેવુ કોઈ આયોજન કાલના દિવસમાં જ થઈ શકે છે. કયા નેતાને અફઘાન સરકારમાં કયું પદ મળ્યું છે, તેની સંપૂર્ણ યાદી અહીં જુઓ.

અફઘાન સરકારમાં પદ (કાર્યવાહક)  તાલિબાન નેતા 
પ્રધાનમંત્રી મુલ્લા મોહમ્મદ હસન અખુંદ
ડેપ્યુટી પીએમ 1 મુલ્લા બરાદર
ડેપ્યુટી પીએમ 2 અબ્દુલ સલામ હનાફી
ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાની
સંરક્ષણ મંત્રી મોહમ્મદ યાકુબ મુજાહિદ
નાણામંત્રી મુલ્લા હિદાયતુલ્લાહ બદરી
વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુતક્કી
શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લા મુનીર
શરણાર્થી બાબતોના મંત્રી ખલીલઉર્ર રહેમાન હક્કાની
નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ સ્ટેનેકજઈ
સંસ્કૃતિ મંત્રાલયના નાયબ મંત્રી જબીઉલ્લાહ મુજાહિદ
સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ કારી ફસીહુદ્દીન
આર્મી ચીફ મુલ્લા ફઝલ અખુંદ
ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટેલિજન્સ મુલ્લા તાજ મીર જવાદ
નેશનલ ડાયરેક્ટોરેટ ઓફ સિક્યુટીરી (NDS) પ્રમુખ મુલ્લા અબ્દુલ હક વાસિક

નવી સરકારના મુખીયા મુલ્લા હસન હાલમાં તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેતી નિકાય રહબરી શૂરા અથવા નેતૃત્વ પરિષદના પ્રમુખ છે. આ પરીષદ સરકારી મંત્રીમંડળની જેમ કામ કરે છે અને જૂથની તમામ બાબતો પર દેખરેખ રાખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા હિબતુલ્લાહે ખુદ સરકારનું નેતૃત્વ કરવા માટે મુલ્લા હસનનું નામ સૂચવ્યું હતું.

અહેવાલો અનુસાર, મુલ્લા હસનનો સંબંધ તાલિબાનના જન્મસ્થળ કંદહાર સાથે પણ રહેલો છે અને તે સશસ્ત્ર આંદોલનના સ્થાપકોમાંના એક છે. તેમણે 20 વર્ષ સુધી રહબરી શૂરાના પ્રમુખ તરીકે સેવા આપી અને મુલ્લા હિબતુલ્લાની નજીક રહ્યા છે. મુલ્લા હસને 1996 થી 2001 દરમિયાન અફઘાનિસ્તાનમાં અગાઉના તાલિબાન સરકારના શાસન દરમિયાન વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો :  Afghan Crisis: અફઘાન જેલમાંથી આતંકીઓ મુક્ત થવા લાગતા પાકિસ્તાન ગભરાયુ, તાલિબાનને કહ્યું, દેશમાં ઘૂસીને હુમલો કરી શકે

આ પણ વાંચો :  Taliban Captures Panjshir: પંજશીર પર તાલિબાનનો કબ્જો, કહ્યું ‘અલ્લાહની મદદથી ઘાટી પર મેળવી જીત, ઇસ્લામી અમીરાતના નિયંત્રણમાં પ્રાંત

Click on your DTH Provider to Add TV9 Gujarati