શું તમને ખબર છે અફઘાનિસ્તાન તેની નોટો ક્યાં છાપે છે ? ભારતના રૂપિયા સામે તેની કિંમત શું છે ? જાણો સમગ્ર માહિતી

Afghanistan Currency: અફઘાનિસ્તાન બેંક (Afghanistan Bank) દેશના ચલણના પ્રિન્ટિંગ, વિતરણ અને નિયંત્રણ માટે જવાબદાર છે.

શું તમને ખબર છે અફઘાનિસ્તાન તેની નોટો ક્યાં છાપે છે ? ભારતના રૂપિયા સામે તેની કિંમત શું છે ? જાણો સમગ્ર માહિતી
Afghanistan Currency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 2:18 PM

તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરી લીધો છે. આ બાદ એ ચર્ચાએ જોર પકડયું છે કે, આગામી સમયમાં અફઘાન કરન્સીમાં અસ્થિરતા થઇ શકે છે. જો કે, યુદ્ધગ્રસ્ત દેશ કટોકટી હોવા છતાં તેનું ચલણ અત્યાર સુધી સ્થિર રહ્યું છે. અફઘાનિસ્તાન તેની કરન્સી દેશમાં નહીં, પરંતુ બહારના દેશમાં છાપે છે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે અફઘાનિસ્તાનનું ચલણ ક્યાં અને કેવી રીતે છાપવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ત્યાં બેંકો અને ચલણની સ્થિતિ અંગે ઘણી મૂંઝવણ છે. અફઘાન લોકો બેંકોમાંથી નાણાં ઉપાડવા માટે મુશ્કેલીમાં ભટકી રહ્યા છે. અફઘાનિસ્તાનના ચલણનું નામ અફઘાની છે. એક જમાનામાં અફઘાનિસ્તાનમાં અફઘાન રૂપિયા ચાલતા હતા, પરંતુ 1925 માં દેશમાં અફઘાની નવું ચલણ રજૂ કરવામાં આવ્યું હતું.

‘અફઘાનિસ્તાન બેંક’ દેશની મધ્યસ્થ બેંક છે અફઘાનિસ્તાન બેંક તરીકે ઓળખાતી કેન્દ્રીય બેંક (Central Bank) અફઘાનિસ્તાનના ચલણને છાપવા, વિતરિત કરવા અને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. તેની સ્થાપના 1939 માં થઈ હતી. આ બેંકનું મુખ્ય મથક કાબુલમાં છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં આ બેંકના વડાનું પદ ખાલી છે. જ્યારે તાલિબાને છેલ્લે સત્તા કબજે કરી તેણે અફઘાન રૂપિયાનો ઉપયોગ ચાલુ રાખ્યો. તે સમયે અફઘાન રૂપિયાનું ખરાબ અવમૂલ્યન થયું હતું. આ વખતે પણ આવી જ શક્યતા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અફઘાનિસ્તાનનું ચલણ કેટલું છે અફઘાનિસ્તાનમાં જે ચલણ ચાલે છે તેમાં એક અફઘાનીથી 1000 અફઘાની ચલણમાં ચાલે છે. આ ચલણ અફઘાન નોટ અને સિક્કા બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. અફઘાનિસ્તાન બેંક દર પાંચ વર્ષે નવી નોટો છાપે છે. પરંતુ આ નોટો અફઘાનિસ્તાનમાં નહીં પણ બહાર છાપવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં અફઘાનિસ્તાનનું ચલણ છપાયું ઇંગ્લેન્ડના બેસિંગસ્ટોકમાં અફઘાનિસ્તાનનું ચલણ વિશ્વના સૌથી મોટા ખાનગી કરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે. વિશ્વના 140 દેશોની કરન્સી અહીં છાપવામાં આવે છે. અફઘાનિસ્તાનનું ચલણ અત્યારે અહીં છાપવામાં આવી રહ્યું છે. 80 ના દાયકામાં અફઘાનિસ્તાનનું ચલણ એક રશિયન કંપનીએ છાપ્યું હતું. પરંતુ જ્યારે 2002 માં હમીદ કરઝાઈના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં નવી લોકશાહી સરકારની રચના થઈ ત્યારે તે યુકેની એક કંપનીને આપવામાં આવી હતી.

અફઘાની નોટની સુરક્ષા એવું માનવામાં આવે છે કે બ્રિટનની આ કરન્સી પ્રેસ જ અફઘાનિસ્તાનની નોટ પણ ડિઝાઇન કરે છે. તેનું સુરક્ષા ધોરણ ખૂબ મજબૂત છે. તેથી, બનાવટી નોટો બનાવવા અથવા છાપવાની શક્યતા ઘણી ઓછી છે. અફઘાન નોટો 1, 5, 10, 50, 100, 500 અને 1000ની નોટ છાપવામાં આવે છે.

અફઘાની રૂપિયાનું મૂલ્ય શું છે? અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ઘણો હંગામો થયો છે. લોકો દેશ છોડી રહ્યા છે. એરપોર્ટની બહાર લોકોની ભીડ છે. તો તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તેની અસર હવે અહીંના ચલણ પર પણ થવાની આશંકા છે. ભારતીય રૂપિયા સાથે સરખામણીની વાત કરીએ તો, અત્યારે ભારતના 100 રૂપિયા 115 અફઘાની રૂપિયા બરાબર છે.

આ પણ વાંચો : Guava Farming: જામફળની ખેતીથી ખેડૂતોને થશે ફાયદો, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ પણ વાંચો :Farming Technology: જમીન ના હોય તો પણ ગામમાં કરી શકો છો વ્યવસાય, સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">