એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો મહિલાનો દાવો નીકળ્યો પોકળ, પોલીસે કરી ધરપકડ

એક મહિલાએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેણે એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો મહિલાનો દાવો નીકળ્યો પોકળ, પોલીસે કરી ધરપકડ
Follow Us:
| Updated on: Jun 23, 2021 | 8:15 PM

દક્ષિણ આફ્રિકાની (South Africa) એક મહિલાએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેણે એક સાથે 10 બાળકોને જન્મ (woman gave birth to 10 children) આપ્યો છે. આ મહિલાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ સમાચાર જેણે પણ સાંભળ્યા હતા તે બધા ચોંકી ઉઠ્યા હતા કે કેવી રીતે આ મહિલાએ 10 બાળકોને એક સાથે જન્મ આપ્યો હશે.

આ મહિલાને લઈને હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે 10 બાળકોને જન્મ આપવાની વાત સાવ ખોટી છે. તેણે પોતે આ આખી ઘટનાને ઉપજાવી હતી. પોલીસે આ મહિલાની જુઠી અફવા ફેલાવવા બદલ ધરપકડ કરી અને તેને મનોરોગ વોર્ડમાં ભરતી કરી દેવામાં આવી છે. ગોસીયામી નામની 37 વર્ષની આ મહિલાને તેના સંબંધીના ઘરેથી પકડી લેવામાં આવી છે.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

આ મહિલાના પતિ તેબોહો સોતેત્સીએ દાવો કર્યો છે કે જ્યારથી બાળકોના જન્મની વાત થઈ છે, ત્યારથી ન તો તેની પોતાની પત્ની સાથે કોઈ વાત થઈ છે અને ન તો તેણે પોતાના બાળકોને જોયા છે. તેબોહો સોતેત્સીએ જણાવ્યુ કે તેની પત્ની ગોસિયામી તેને પોતાની લોકેશન વિશેની માહિતી નથી આપી રહી. દક્ષિણ આફ્રિકાની નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થનું કહેવુ છે કે, તેમણે 10 બાળકોના જન્મની વાતને લઈને તપાસ કરી છે, પરંતુ તેમને આ વાતના કોઈ પણ પુરાવા મળ્યા નથી.

દક્ષિણ આફ્રિકાની લોકલ મીડિયાનું કહેવું છે કે આ મહિલાએ 10 બાળકને જન્મ આપ્યો છે, પરંતુ હોસ્પિટલ પોતાની બેદરકારીને છુપાવવા માટે આ મહિલાને ફસાવાનું કાવતરું રચી રહી છે. જો કે આ મીડિયા કંપનીઓ પણ આ બાળકોના હોવાને લઈને કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. સમગ્ર ઘટના પર આ મહિલાના વકીલનું કહેવુ છે કે, તેમને પોતાની મરજી વિરુદ્ધ જબરદસ્તી મેન્ટલ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યા છે. તેઓ પોતાની આઝાદી માટે કોર્ટમાંથી ઓર્ડર લેવા માટે અરજી પણ કરશે.

આ પણ વાંચો: Tokyo Olympics: 21 વર્ષીય બેકસ્ટ્રોક સ્વિમર અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલમ્પિક માટે નોમિનેટ થઈ

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">