AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Palestine War : આવુ તો PUBGમાં જોયું છે ! ફેન્સીંગ તોડી અંદર જઈ તબાહી મચાવી, Video ગેમ જેવો છે હમાસનો ઇઝરાયલ પર હુમલો

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ દરમિયાન હમાસે લડવૈયાઓની ઘૂસણખોરીનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ PUBG ટેકનિક અપનાવીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા છે અને આધુનિક રાઈફલ્સથી ફાયરિંગ કરી રહ્યા છે. લડવૈયાઓમાં એકબીજાની મદદ અને માર્ગદર્શન PUBGની જેમ જ આપે છે.

Israel Palestine War : આવુ તો PUBGમાં જોયું છે ! ફેન્સીંગ તોડી અંદર જઈ તબાહી મચાવી, Video ગેમ જેવો છે હમાસનો ઇઝરાયલ પર હુમલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 8:34 AM
Share

Israel Palestine War: પેલેસ્ટાઈનના ગાઝા સ્થિત હમાસે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. લડવૈયાઓએ ઇઝરાયેલની સરહદ પરની વાડ તોડી, સરહદમાં ઘૂસીને વિનાશ કર્યો હતો. હમાસ દ્વારા આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લડવૈયાઓ PUBG મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા હોય તેમ ઈઝરાયલમાં ઘુસી રહ્યા છે અને ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. તેમના હાથમાં આધુનિક હથિયારો છે. દિવાલોમાં છુપાઈને હુમલો કરવાની પદ્ધતિ બિલકુલ PUBG ગેમ જેવી જ છે.

આ પણ વાંચો: Israel and Hamas Conflict: આકાશમાંથી રોકેટનો વરસાદ, ધરતી પર તબાહીના દ્રશ્યો, વાંચો ઈઝરાયેલ પર આજે જ કેમ થયો હુમાસનો હુમલો?

હમાસ ગ્રુપે શનિવારે સવારે ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડ્યા હતા. આ પછી, તેના લડવૈયાઓએ ઇઝરાયેલ સરહદ પરની ખતરનાક બેરેક તોડીને સરહદી શહેરોમાં પ્રવેશ કર્યો હતો. બુલડોઝર અને વાહનોમાં પ્રવેશતા જ તેઓએ આસપાસના વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ ખુલ્લા મેદાનમાં બોમ્બ બ્લાસ્ટ કરીને સરહદમાં ઘૂસી રહ્યા છે. ઈમારતની અંદર આધુનિક રાઈફલોથી ગોળીઓ છોડવામાં આવી રહી છે.

હમાસે હવાઈ અને જમીની હુમલા કર્યા

PUBGની જેમ, તમે જોશો કે કેવી રીતે દુશ્મનની ઠેકાણાનો વિનાશ કર્યો છે. દરેક લડાકુ એકબીજાને મદદ કરતા જોઇ શકાય છે. યહૂદી સમુદાય શનિવારે તહેવારની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમિયાન હમાસે હવાઈ અને જમીન પર અનેક હુમલાઓ કર્યો હતા. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 250 ઇઝરાયેલ નાગરિકો માર્યા ગયા છે. અનેક વર્ષો બાદ આ પ્રકારનો આ સૌથી ઘાતક હુમલો થયો છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લે 2021માં યુદ્ધ થયું હતું, જેમાં ડઝનબંધ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ વખતે હમાસના લડવૈયાઓએ ‘અલ-અક્સા સ્ટોર્મ’ના નામથી ઈઝરાયેલ પર ‘મિલિટરી ઓપરેશન’ શરૂ કર્યું છે.

ઇઝરાયેલી સૈન્ય અને નાગરિકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા

હમાસના લડવૈયાઓએ ઘણા ઇઝરાયેલી સૈનિકો અને નાગરિકોને બંધી બનાવી લેવામાં આવ્યા છે. આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે વાયરલ થયા હતા, જ્યાં તેઓ સૈનિકોને પકડીને ગાઝા તરફ લઈ ગયા હતા. જો કે હમાસે કેદીઓની સંખ્યા અંગે કંઈપણ જાહેર કર્યું નથી. માર્યા ગયેલા લોકોમાં ઇઝરાયેલી આર્મીના લેફ્ટનન્ટ કર્નલ જોનાથન સ્ટેનબર્ગનો સમાવેશ થાય છે, જેઓ નહલ બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા હતા. હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ ગાઝામાં સૈન્ય કાર્યવાહી કરી રહી છે અને હવાઈ-જમીની હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલે ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">