વાલીઓ માટે ચિંતાજનક બાબત, ફોન ચાર્જમાં મુકી બાળક કરી રહ્યો હતો ઓનલાઈન ક્લાસ, ફોન બ્લાસ્ટ થતા થયું મોત

બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં દાઝી જવાના કારણે બાળકનું મોત થયું છે.

વાલીઓ માટે ચિંતાજનક બાબત, ફોન ચાર્જમાં મુકી બાળક કરી રહ્યો હતો ઓનલાઈન ક્લાસ, ફોન બ્લાસ્ટ થતા થયું મોત
Mobile Blast

કોરોના (Corona) મહામારીએ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. જ્યારે ચારેબાજુ કોરોનાએ કહેર વર્તાવતા જનજીવન થંભી ગયું હતું. એ સમય દરમિયાન બાળકોની શાળાઓ બંધ હોવાથી દરેક સ્થળે ઓનલાઈન ક્લાસનો (Online Education) સિલસિલો શરૂ થયો. કોરોના મહામારીના ડર વચ્ચે બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઓનલાઈન ક્લાસ કરવા લાગ્યા, પરંતુ જે ઘટના સામે આવી છે તેનાથી સૌ કોઈ હેરાન છે, જેમાં વાલીઓએ ખાસ ચેતવા જેવી બાબત છે.

એક રિપોર્ટ અનુસાર વિયતનામ (Vietnam)માં ઓનલાઈન ક્લાસ (Online Class) અટેન્ડ કરી રહેલ એક 11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટ થતાં મોત નિપજ્યું છે. બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો. ત્યારે બ્લાસ્ટમાં દાઝી જવાના કારણે બાળકનું મોત થયું છે. આ સમાચાર સાંભળી લોકોના હોશ ઉડી ગયા છે.

જાણકારી અનુસાર વિયતનામમાં ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એક 11 વર્ષનો બાળક સ્કૂલ દ્વારા મોકલવામાં આવેલ વીડિયો લીંક દ્વારા ઘર પરથી જ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો. શિક્ષણ અધિકારી અનુસાર બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ક્લાસ કરી રહ્યો હતો જેમાં બાળકે ઈયરફોન પણ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો જેથી બાળકનું મોત નિપજ્યું છે.

ઘટનાના તુરંત બાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ બાળક હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે બાળક ક્યા પ્રકારનો ફોન અને ચાર્જર ઉપયોગ કરી રહ્યો હતો. હવે પોલીસ આ બાબતે ઘટનાની તપાસ કરી રહી છે. ત્યારે આ ઘટના બાદ દરેક લોકો હેરાન છે કે આખરે મોબાઈલ વિસ્ફોટથી કઈ રીતે આવું બની શકે. ત્યારે આ ઘટનાએ વાલીઓને પણ આ બાબતે વિચારતા કર્યા છે.

આજે મોટાભાગના બાળકો ઓનલાઈન ક્લાસથી શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં બાળકો અને વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઓનલાઈન ક્લાસ સમયે ફોન ચાર્જમાં મુકી બાળકે ન બેસવું તેમજ વાલીઓએ પણ આ બાબતની ધ્યાન રાખવાની જરૂર છે કે પોતાનું બાળક ફોન ચાર્જમાં રાખી ક્લાસ કરે નહીં.

 

આ પણ વાંચો : ચાર વર્ષની બાળકીને શોધવા પોલીસની અનોખી તરકીબ, ઈનામની રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે !

આ પણ વાંચો : હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં પણ ભારત આગળ, અમેરિકન એજન્સીનો દાવો

Click on your DTH Provider to Add TV9 Gujarati