ખુલ જા સિમ સિમ-દિવાલ તૂટતા જ મળ્યો નોટોનો ખજાનો, પણ કિસ્મતે આપી દીધો દગો ! જાણો વિગત
દીવાલમાંથી પૈસા મળતા વ્યક્તિ એક જ ઝાટકે અમીર બની ગયો. તેની ખુશીનો પણ પાર ન રહ્યો. પરંતુ જ્યારે તેને સત્ય ખબર પડી ત્યારે તે નિરાશ થઈ ગયો. તેણે પોતે જ તેની વાર્તા કહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

ઘર રિપેર કરાવી રહેલા એક વ્યક્તિના હાથમાં ‘ખજાનો’ આવ્યો. એક જ ઝાટકે તે વ્યક્તિ ધનવાન બની ગયો. તેના હાથમાં લગભગ 50 લાખ રૂપિયા આવ્યા. પરંતુ તે આ પૈસાનો ઉપયોગ કરી શક્યો ન હતો. તેની પાછળની વાર્તા તેણે પોતે જ કહી છે. ઘટના સ્પેનના લુગો શહેરનો છે.
આ પણ વાચો: Knowledge: શું ખરેખર એક સફેદ વાળ તોડવાથી વધુ સફેદ વાળ ઉગે છે? જાણો કેમ કહેવાય છે આવુ
મિરર યુકેના અહેવાલ મુજબ ટોનો પિનેરો નામના વ્યક્તિએ ઉત્તર-પશ્ચિમ સ્પેનમાં એક ઘર ખરીદ્યું હતું. જ્યારે તે ઘરનું સમારકામ કરી રહ્યો હતો, ત્યારે તેને દિવાલના કાટમાળમાંથી કેટલાક ડબ્બાઓ મળ્યા. જ્યારે પિનેરોએ તેમને તપાસ્યા, ત્યારે તે ચોંકી ગયો. કારણ કે આ ડબ્બાઓમાં રોકડ ભરેલી હતી, જેની કિંમત લગભગ 48 લાખ 14 હજાર રૂપિયા હતી.
2022માં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
જો કે, પિનેરોની આ ખુશી થોડી જ વારમાં ગાયબ થઈ ગઈ. જ્યારે તેને ખબર પડી કે ઘરના કાટમાળમાંથી તેને મળેલી સ્પેનિશ કરન્સી (સ્પેનિશ પેસેટા) હવે ચલણમાં નથી. 2022માં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પેસેટા કરન્સી 1868થી 2002 સુધી સ્પેનનું ચલણ હતું.
બેંક ઓફ સ્પેને જૂની નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું
જ્યારે પિનેરોએ રોકડ રિડીમ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે મોટાભાગની નોટો એટલી જૂની હતી કે તેને નવા ચલણમાં બદલી શકાતી નથી. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે બેંક ઓફ સ્પેને જૂની નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું છે. કારણ કે નોટો બદલવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આ રીતે પિનેરોને મળેલી તમામ રોકડ વ્યર્થ ગઈ.3
પૈસા ભરેલા ડબ્બાઓ મળી આવ્યા હતા
તેણે જણાવ્યું કે આ ઘર લગભગ ચાર દાયકા જૂનું છે. ખરીદી કર્યા બાદ તેના રિનોવેશનની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. દરમિયાન દિવાલ તોડતા પૈસા ભરેલા ડબ્બાઓ મળી આવ્યા હતા. જોકે, આ પૈસા હવે કોઈ કામના નથી.
નાણાંને સ્મૃતિચિહ્ન તરીકે રાખશે
પિનેરો કહે છે કે કદાચ જૂના ઘરના માલિકે પૈસાને ભેજથી બચાવવા માટે ડબ્બાઓ (ટીન બોક્સ)માં ભરી દીધા હતા. હાલ પૂરતું, પિનેરો ભંગારમાંથી મળેલા નાણાંને સ્મૃતિચિહ્ન તરીકે રાખશે. તેઓ તેમને કચરાપેટીમાં ફેંકશે નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…