9/11 Attacks: લાદેન નહીં પરંતુ આ શખ્સ હતો હુમલાનો માસ્ટરમાઈન્ડ, 50 નામથી અમેરિકાને મૂકી દીધું હતું અસમંજસમાં

ખાલિદ શેખ મોહમ્મદને કેએસએમ તરીકે પણ ઓળખવામાં આવે છે. KSMની સાથે સાથે વધુ ચાર આતંકવાદીઓની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ ટ્રાયલ બાદ પીડિતોને ફરી ન્યાય મળી શકશે.

9/11 Attacks: લાદેન નહીં પરંતુ આ શખ્સ હતો હુમલાનો માસ્ટરમાઈન્ડ, 50 નામથી અમેરિકાને મૂકી દીધું હતું અસમંજસમાં
Khalid Sheikh Mohammed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:33 PM

9/11 હુમલાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ફરી એકવાર આ હુમલાઓની વાત કરવામાં આવી રહી છે. આ હુમલાઓ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મોટો ઘા હતા.

આજ સુધી લોકો આ હુમલાઓને ભૂલી શક્યા નથી અને કદાચ ક્યારેય નહીં ભૂલે. તે જ સમયે આ હુમલાઓની તપાસ અને ટ્રાયલ હજુ ચાલુ છે. હા, હુમલાના માસ્ટર માઈન્ડ ખાલિદ શેખ મોહમ્મદની હુમલાની 20મી વર્ષગાંઠના 4 દિવસ પહેલા જ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખાલિદ શેખ મોહમ્મદને કેએસએમ તરીકે પણ ઓળખવામાં આવે છે. KSMની સાથે સાથે વધુ ચાર આતંકવાદીઓની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ ટ્રાયલ બાદ પીડિતોને ફરી ન્યાય મળી શકશે. કેએસએમ અને તેના સાથીઓને ક્યુબાના ગુઆન્ટાનામો ખાડીમાં યુએસ નેવીની જેલમાં રાખવામાં આવ્યા છે. આ લોકો છેલ્લા 15 વર્ષથી અહીં બંધ છે. વર્ષ 2019થી તે ફરી એક વખત લશ્કરી ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થશે.

મહામારીને કારણે ટ્રાયલ અટકી હતી

પરંતુ તે સમયે કોરોનાને કારણે ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર ટ્રાયલ જ્યાંથી બાકી હતી, ત્યાંથી શરૂ થશે. તેમના બચાવમાં હાજર રહેલા વકીલે સરકાર અને ગુપ્તચર એજન્સી સીઆઈએ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ કેસની સુનાવણી હવે મિલિટરી જ્જ યુએસ એરફોર્સના કર્નલ મેથ્યુ મેકકોલના હાથમાં છે. તેઓ આ કેસના આઠમાં જ્જ છે.

1993માં પણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું

11 સપ્ટેમ્બર 2001ના રોજ 8:46 વાગ્યે પ્રથમ વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ બાદ બીજી ફ્લાઈટ સાઉથ ટાવરના 60માં માળે ટકરાઈ. ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે આ હુમલા અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનના કારણે થયા છે. પરંતુ સીઆઈએને થોડા સમય બાદ ખબર પડી કે હુમલાનો માસ્ટર માઈન્ડ બિન લાદેન નહીં પરંતુ અન્ય કોઈ હતો.

આ તે વ્યક્તિ હતો જે અલ કાયદામાં સક્રિય હતો, પરંતુ CIAની નજરમાં ક્યારેય આવ્યો ન હતો. આ વ્યક્તિ ખાલિદ શેખ મોહમ્મદ હતો, જેણે 8 વર્ષ પહેલા એટલે કે 1993માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને પૈસા પુરા પાડયા હતા.

ડેનિયલ પર્લની હત્યામાં સામેલ

ખાલિદ મોહમ્મદે 2002માં કરાચીમાં વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી. આ જ વર્ષે અલ જઝીરાના પત્રકાર યોસરી ફૌદા સાથેની મુલાકાતમાં ખાલિદે દાવો કર્યો હતો. ખાલિદ શેખ મોહમ્મદની વાર્તા પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનથી શરૂ થતી નથી, પરંતુ કુવૈતથી શરૂ થાય છે.

ખાલિદના એક નહીં પરંતુ 50 નકલી નામ છે. 9/11 કમિશન રિપોર્ટમાં તેને હુમલાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવ્યો હતો. 1 માર્ચ 2003ના રોજ રાવલપિંડીમાં એક ખાસ ઓપરેશનમાં યુએસ એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

લાદેન સાથે ક્યારે મુલાકાત થઈ હતી? 

ખાલિદ શેખ મોહમ્મદે રેડ ક્રોસને જણાવ્યું કે તેનો જન્મ 14 એપ્રિલ 1965ના રોજ કુવૈતમાં થયો હતો. જોકે, મોહમ્મદનો પરિવાર બલૂચિસ્તાનનો હતો. ખાલિદને 9 ભાઈ -બહેન હતા અને તે આઠમું બાળક હતું. મોહમ્મદના ભત્રીજાઓ તેમની ઉંમરના હતા અને તેઓ બધા સાથે શાળાએ જતા હતા. આ ભત્રીજાઓમાંથી એક, રમઝી યુસુફે ખાલિદની મદદથી 1993માં વર્લ્ડ ટ્રેડ ટાવર પર બોમ્બ ધડાકો કર્યો હતો.

કુવૈતની સાર્વજનિક શાળાઓમાં જ્યાં મોહમ્મદે અભ્યાસ કર્યો હતો, તેમાં મોટાભાગના શિક્ષકો પેલેસ્ટાઈન હતા. પેલેસ્ટાઈનને ઈઝરાયલ અને અમેરિકાના હાથે સમગ્ર આરબ વિશ્વમાં સતાવણી માનવામાં આવતી હતી. તે લાદેનને 1980માં મળ્યો હતો.

આ પણ વાંચો  : આજે દેશભરમાં યોજાશે ‘લોક અદાલત’, પડતર કેસોનો બોજો હળવો કરવા મોટુ પગલું

આ પણ વાંચો :KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">