AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?

કૌન બનેગા કરોડપતિ 13 ના ગણેશ ચતુર્થી સ્પેશિયલ એપિસોડમાં ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ શોમાં આવ્યા હતા. તે 25 લાખ રૂપિયા જીતીને શોમાંથી નીકળી ગયા.

KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?
deepika padukone farah khan won 25 lakhs rupees from the amitabh bachchan show kaun banega crorepati 13
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 8:32 AM
Share

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13 માં (Kaun Banega Crorepati 13) શુક્રવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતમાં શાનદાર શુક્રવારમાં, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) હોટ સીટ પર હતા. દીપિકા અને ફરાહની સાથે, શોની શરૂઆત ઇન્ડિયન આઇડોલ 12 ના ટોપ 6 ફાઇનલિસ્ટે પણ કરી હતી. દીપિકા અને ફરાહ શોમાંથી લાખીઓ રૂપિયા જીતીને ગયા હતા.

કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન જીતેલ રકમ સાથે એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે. દીપિકાએ જીતેલી રકમ ‘ધ લાઇવ લવ લાફ ફાઉન્ડેશન’ (The Live Love Laugh Foundation) ને ફરાહ ‘આયંશ મદન’ની (Ayansh Mandan)સારવાર માટે દાનમાં આપશે.

25 લાખ રૂપિયા જીત્યા

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ 25 લાખ રૂપિયા જીતીને કૌન બનેગા કરોડપતિમાંથી ગયા. અમિતાભ બચ્ચને 25 લાખ રૂપિયા માટે જે પ્રશ્ન પૂછ્યો. તે પ્રશ્ન નીચે મુજબ હતો,

ફેબ્રુઆરી 2020 માં, સૌથી વધુ ભાષાઓમાં ફિલ્મ એડિટ કરવામાટે નીચેમાથી કયા એડિટરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે?

A.) એ શ્રીકર પ્રસાદ, B.) બીલેનિન, C.) N. B. શ્રીકાંત, D.) રેણુ સલુજા

આ સવાલનો સાચો જવાબ એ. શ્રીકર પ્રસાદ છે.

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે કરી મસ્તી

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે સાથે કામ કર્યું છે. દીપિકા પાદુકોણે ફરાહની ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંનેએ શોમાં ઘણી જૂની યાદો તાજા કરી. દીપિકા અને ફરાહે અમિતાભ સાથે ખૂબ મસ્તી કરી હતી.

અમિતાભ બચ્ચને ખોલી દીપિકાની પોલ

અમિતાભ બચ્ચને દર્શકોને દીપિકા પાદુકોણના આહાર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે સામાન્ય માણસ સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખત ખાય છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. અમે તમને કહેવા માંગીએ છીએ કે અમે અનુભવી છીએ, કે દીપિકા દર ત્રણ મિનિટે ખોરાક લે છે. તે પછી દીપિકા હસવા લાગે છે અને અમિતાભ કહે છે કે આ સાચી વાત છે.

અમિતાભ બચ્ચને કહ્યું કે દર ત્રણ મિનિટે એક માણસ દીપિકા પાસે આવે છે. તે એક વાટકીમાં કંઈક લાવે છે અને બસ દીપિકા ખાવાનું શરુ કરી દે છે. આના પર દીપિકા કહે છે આ બિલકુલ સત્ય નથી અમિત જી.

આ પણ વાંચો: જાણો કઈ રીતે ભારતી સિંહે ઉતાર્યું 15 કિલો વજન, તમે પણ અપનાવો આ ડાયટ પ્લાન અને જુઓ ચમત્કાર

આ પણ વાંચો: બાપ રે..! Bhool Bhulaiyaa 2 ના સેટ પર કાર્તિક આર્યનના ગળામાંથી અવાજ નીકળતો થઈ ગયો બંધ, સૌ ચિંતામાં

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">