પાસપોર્ટ અને પૈસા વગર સુદાનમાં ફસાયા 62 ભારતીય નાગરિક, ખાવા-પીવાના પણ ફાંફાં

પાસપોર્ટ અને પૈસા વગર સુદાનમાં ફસાયા 62 ભારતીય નાગરિક, ખાવા-પીવાના પણ ફાંફાં

ભારતીય કર્મચારીઓએ કહ્યું કે તેમની વધતી મુશ્કેલીઓ પાછળનું કારણ એ છે કે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 30, 2021 | 5:07 PM

62 ભારતીયો (62 Indians) સુદાન (Sudan)માં ફસાયેલા છે અને હવે તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે તેઓ દેશની બહાર કેવી રીતે નીકળે? આ લોકોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. પાસપોર્ટ (Passport) પણ છીનવી લેવામાં આવ્યા છે અને તેમના પૈસા પણ ઝડપથી પૂરા થઈ રહ્યા છે. સુદાનમાં ફસાયેલા આ લોકો દેશની સૌથી મોટી સિરામિક ટાઈલ્સ ઉત્પાદકો પૈકીના એક નોબલ્સ ગ્રુપ માટે કામ કરતા હતા. પરંતુ અહીં પહોંચ્યા બાદ તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે.

આ લોકોની મુશ્કેલી ત્યારે વધી જ્યારે ઓક્ટોબરમાં દેશમાં સૈન્ય બળવો થયો. બળવા પછી કંપનીના માલિક મુહમ્મદ અલ-મમૌન મધ્ય પૂર્વમાં ભાગી ગયા અને કંપનીને લશ્કરી સરકાર દ્વારા કબજે કરવામાં આવી. મળતી માહિતી અનુસાર રાજધાની ખાર્તુમ (Khartoum)ની બહાર આવેલા અલ્બાગેર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત અલ માસા પોર્સેલિન ફેક્ટરીમાં કામ કરતા ભારતીય કામદાર મારુતિ રામ દંડપાણિએ કહ્યું, મને એક વર્ષથી મારો પગાર મળ્યો નથી અને તેઓ અમને યોગ્ય ખોરાક આપતા નથી.

આ કંપનીમાં 25 લોકો કામ કરે છે અને અમારામાંથી કોઈને પગાર મળ્યો નથી. લગભગ 80 કિમી દૂર ગૈરી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં નોબલ્સ ગ્રૂપની માલિકીની RAK સિરામિક્સ ફેક્ટરીમાં પણ કામ કરતા 41 ભારતીય નાગરિકોને લગભગ એક વર્ષથી પગાર મળ્યો નથી.

મહિનાઓથી પગાર મળ્યો નથી

કર્મચારીઓએ કહ્યું કે તેમની વધતી મુશ્કેલીઓ પાછળનું કારણ એ છે કે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કંપનીની નીતિઓને ટાંકીને કરવામાં આવ્યું હતું અને હવે ભારતીય કામદારોને ખાર્તુમમાં કંપનીના હેડક્વાર્ટરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકના રહેવાસી રાજુ શેટ્ટીએ કહ્યું કે જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો ત્યારે એક મહિનો વીતી ગયો અને અમે અમારા જનરલ મેનેજર પાસેથી પગાર માંગ્યો. તે આવતા મહિને આપવામાં આવશે તેવું બહાનું આપતા રહ્યા. પછી વધુ સમય પસાર થયો. તેમણે કહ્યું કે તેમની પાસે ફંડ નથી.

પરિવાર દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી ગુજરાન ચલાવે છે

સુદાનમાં નોબલ્સ ગ્રૂપની માલિકીની આ ફેક્ટરીઓમાં કામ કરવા માટે ભરતી કરાયેલા ભારતના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારો તેમની રોજિંદી જરૂરિયાતો અને બિલ ચૂકવવા માટે તેમના પગાર પર આધાર રાખે છે. કંપનીએ આ મજૂરોને પગાર આપવાનું બંધ કરી દેતાં તેમના પરિવારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.

જ્યાં આ કર્મચારીઓએ ભારતમાં તેમના પરિવારનો ખર્ચ ચલાવવાનો હતો, ત્યાં ભારતમાં રહેતો તેમનો પરિવાર હવે તેમને પૈસા મોકલાવી રહ્યો છે, જેથી તેઓ ખોરાક અને પાણી માટે ચૂકવણી કરી શકે. હવે આ લોકો પૂછી રહ્યા છે કે તેઓ સુદાન છોડીને ભારત કેવી રીતે પાછા આવી શકે?

આ પણ વાંચો : 

Corona case in china : ચીનને કોરોના મુક્ત માટે કડક પ્રતિબંધ, નિયમોનો ભંગ કરવા બદલ ફટકારવામાં આવી છે આ સજા

આ પણ વાંચો : 

Pakistan: આખરે ISIના ચીફ નદીમ અંજુમે કેમ કીધું કે મીડિયાને ના આપો મારી તસ્વીર અને વિડીયો ?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati