AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

ઈરાનના ઈંધણની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર રીતે ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી
petrol pump
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:53 PM
Share

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરકારે 500 પેટ્રોલ પંપ (Petrol Pump) બંધ કરી દીધા છે. જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્તા ઈરાની ઈંધણનો સપ્લાય કરતા હતા. સરકારના આ નિર્ણયને કારણે નબળી અર્થવ્યવસ્થા અને ઊંચી મોંઘવારી વચ્ચે રોકડની તંગીને કારણે સ્થાનિક રિફાઈનરીને પણ અસર થઈ રહી છે.

ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું

ઈરાનના તેલની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે, આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Pakistan News: ભગતસિંહને ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ હવે શા માટે પાકિસ્તાનમાં થયો હોબાળો?

પાકિસ્તાનની કાર્યકરી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 330 રૂપિયા પ્રતિ લિટરથી વધુ થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IMFએ આ વર્ષે 3 બિલિયન યુએસ ડોલરના સપોર્ટ પેકેજ સાથે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને બચાવી હતી.

સ્થાનિક રિફાઈનરી ઉત્પાદનોને અસર થઈ રહી છે

દેશમાં ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણનું વેચાણ થવા લાગ્યું હતું, જેની કિંમત 220-230 રૂપિયા પ્રતિ લિટર છે. દાણચોરો કન્ટેનરમાં ઈરાની ઈંધણ ભરીને ઈરાનથી બલૂચિસ્તાન થઈને સરહદ પાર લાવે છે. જ્યાંથી તેઓ કરાચી અને અન્ય દક્ષિણ સિંધ પ્રાંતમાં મોકલે છે. રિફાઈનરી ઉદ્યોગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની ઉત્પાદનોના કારણે સ્થાનિક રિફાઈનરીઓના વેચાણને અસર થઈ રહી છે.

અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાકિસ્તાન સરકારે 2013થી ઈરાની ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. અચકઝાઈએ કહ્યું કે બલૂચિસ્તાનમાં ઈરાની ઈંધણનું વેચાણ કરતા ખાનગી ડીલરોએ ક્વેટાના એક મકાનમાં લગભગ 10 લાખ ડોલર છુપાવ્યા હતા, જેને અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ઈરાની ઈંધણની દાણચોરી અને યુએસ ડોલરના દરમાં વધારાને કારણે પાકિસ્તાનની કેટલીક રિફાઈનરીઓ બંધ કરવી પડશે. તેમણે કહ્યું કે આ દાણચોરીને રોકવા માટે તેઓ સિંધ સરકારના સતત સંપર્કમાં છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">