લદ્દાખના વ્યૂહાત્મક સ્થાને ભારત કાયમી ચોકી બનાવી દેશે તેવા ડરથી, ચીન 40,000 સૈન્ય જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખાથી હટાવતુ નથી

|

Sep 22, 2020 | 12:54 PM

દગાબાજ ચીન ભારત સાથે કોઈને કોઈ મુદ્દે વિવાદ યથાવત રાખવા માંગતુ હોય તે રીતે વર્તી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખાએ ખડકી દેવાયેલા સૈન્ય જવાનોને પરત ખેચી લેવા ભારત અને ચીનના સૈન્યની ઉચ્ચકક્ષાએ વાટોઘાટો થઈ હોવા છતા, ચીનની પિપલ્સ લિબરેશન આર્મી(PLA)ના 40,000 જવાનો આજે પણ યુધ્ધસામગ્રી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તહેનાત છે. ચીનને ડર છે […]

લદ્દાખના વ્યૂહાત્મક સ્થાને ભારત કાયમી ચોકી બનાવી દેશે તેવા ડરથી, ચીન 40,000 સૈન્ય જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખાથી હટાવતુ નથી

Follow us on

દગાબાજ ચીન ભારત સાથે કોઈને કોઈ મુદ્દે વિવાદ યથાવત રાખવા માંગતુ હોય તે રીતે વર્તી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખાએ ખડકી દેવાયેલા સૈન્ય જવાનોને પરત ખેચી લેવા ભારત અને ચીનના સૈન્યની ઉચ્ચકક્ષાએ વાટોઘાટો થઈ હોવા છતા, ચીનની પિપલ્સ લિબરેશન આર્મી(PLA)ના 40,000 જવાનો આજે પણ યુધ્ધસામગ્રી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તહેનાત છે. ચીનને ડર છે કે, જો અહીથી એકવાર સૈન્ય જવાનો પાછા જતા રહ્યાં તો ભારત લદ્દાખના વ્યૂહાત્મક સ્થળોએ કાયમી ચોકી બનાવીને ચીનની દરેક ગતિવિધી ઉપર નજર રાખતુ રહેશે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બન્ને દેશના સૈન્ય તેમજ રાજદ્વારીકક્ષાએ થયેલી વાટોઘાટો બાદ પણ ચીન તેના સૈનિકોને વાસ્તવિક નિયંત્રણ રેખાથી પાછળ લઈ જવા માંગતુ નથી. ભારતીય વાયુસેનાએ લદ્દાખના દુર્ગમ પહાડી વિસ્તારોમાં સતત દેખરેખ રાખવાનુ શરૂ કર્યા બાદ, ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એર ડિફેન્સ સિસ્ટમ ઊભી કરી દીધી છે. દુર સુધી માર કરી શકે તેવી તોપ, બખ્તરબંધ ગાડી સાથે 40 હજાર સૈન્ય જવાનોનો ખડકલો કરેલ છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ફિગર 5 ખાતે હાલમાં જે સ્થાને છે ત્યાંથી તે પાછળ જવા માંગતુ નથી. અને ત્યા ભારતની ગતીવિધી ઉપર દેખરેખ રાખવા માટે ચોકી (ઓબ્જર્વેશન પોસ્ટ) બનાવવા માંગે છે. પૂર્વ લદ્દાખના હોટસ્પ્રિગ્સ, ગોગરા પોસ્ટ ખાતેની વાસ્તવિક નિયંત્રણ રેખાથી દૂર જવા નથી માંગતુ. ચીનના પિપલ્સ લિબરેશન આર્મીનું કહેવું છે કે. જો તેઓ આ બન્ને સ્થાનેથી પાછળ હટશે તો ભારત આનાથી પણ ઊંચાઈએ ચીનની ગતિવિધી ઉપર દેખરેખ રાખવા માટે કાયમી ઓબ્જર્વેશન પોસ્ટ બનાવી દેશે.

જૂન મહિનામાં ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર સીમા વિવાદ સર્જાયો હતો. જે ઓછો કરીને સ્થિતિ સામાન્ય કરવા માટે સૈન્ય અને રાજદ્વારીકક્ષાએ વાતચીતનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ચીનના વિદેશપ્રધાન વાગયી સાથે વિગતે વાતચીત કરી હતી. પરંતુ હજુ તેનું પરિણામ સાનુકુળ આવ્યુ નથી.

Published On - 3:31 am, Mon, 27 July 20

Next Article