AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત

સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધના કારણે વિશ્વ બેંકે (World Bank) આગાહી કરી છે કે આ વર્ષે યુક્રેનની અર્થવ્યવસ્થા અડધી થઈ જશે.

Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત
Russia Ukraine War (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:08 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Ukraine Russia War) આજે 47મો દિવસ છે. યુક્રેનના (Ukraine) લોકો પર રશિયન સૈનિકોનો નરસંહાર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધના કારણે વિશ્વ બેંકે (World Bank) આગાહી કરી છે કે આ વર્ષે યુક્રેનની અર્થવ્યવસ્થા અડધી થઈ જશે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ રવિવારે રાત્રે તેમના દેશને ચેતવણી આપી હતી કે આગામી સપ્તાહો યુદ્ધમાં એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા અત્યાર સુધીના યુદ્ધમાં દર અઠવાડિયે હતા.

રાષ્ટ્રને સંબોધતા, વ્લોદિમિર ઝેલેન્સકીએ કહ્યું, ‘રશિયન દળો આપણા દેશના પૂર્વમાં વધુ મોટી કાર્યવાહી કરશે.’ ઝેલેન્સકીએ કહ્યું, ‘જ્યારે લોકોમાં તેમની ભૂલ  સ્વીકારવાની, માફી માંગવાની, વાસ્તવિકતા સાથે અનુકુળતા કરવાની અને શીખવાની હિંમત નથી હોતી ત્યારે તેઓ રાક્ષસ બની જાય છે અને જ્યારે વિશ્વ તેમને અલગ પાડે છે, ત્યારે આ રાક્ષસો નક્કી કરે છે કે વિશ્વએ તેમની સાથે અનુકુળતા કરવી જોઈએ. યુક્રેન આ બધું બંધ કરશે. તેઓએ સત્ય સ્વીકારવું પડશે.

રશિયા યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત 10 મોટા અપડેટ્સ પર એક નજર કરીએ…

  1. લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના લગભગ દરેક ક્ષેત્રમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.
  2. યુક્રેનના ઘણા શહેરોમાં ભયાનક હવાઈ હુમલાના સાયરન વાગે છે. આ શહેરોમાં ટરનોપિલ, વોલિન, જકારપટ્ટીયા, કીવ, ચર્કાસી, સુમી, ઓડેસા અને નિપ્રોનો સમાવેશ થાય છે.
  3. સંયુક્ત રાષ્ટ્રએ તાજેતરના આંકડાઓ દ્વારા જણાવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન દેશ છોડી ચૂક્યા છે.
  4. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં યુક્રેનના 26 લાખથી વધુ લોકોએ પોલેન્ડમાં શરણ લીધી છે. પોલેન્ડ પછી અનુક્રમે 6,86,000 અને 4,19,000 શરણાર્થીઓ સાથે રોમાનિયા અને હંગેરીમાં આવ્યા છે.
  5. યુક્રેનિયન એરફોર્સે અત્યાર સુધીમાં 11 રશિયન એર બેઝને નષ્ટ કર્યા છે.
  6. ચેચન્યાના નેતા રમઝાન કાદિરોવ કહે છે કે રશિયન દળો ટૂંક સમયમાં કિવ અને અન્ય યુક્રેનિયન શહેરો પર કબજો કરી લેશે.
  7. કાદિરોવે 11 એપ્રિલના રોજ એક ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, મેરીયુપોલ, લુહાન્સ્ક અને ડોનેટ્સકમાં રશિયન આક્રમણ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ રશિયન દળો કિવ પર કબજો કરશે.
  8. યુક્રેનિયન સશસ્ત્ર દળોના એરફોર્સ કમાન્ડ અનુસાર, રશિયન સૈન્યએ 10 એપ્રિલે ત્રણ યુએવી, ત્રણ મિસાઇલ, એક Su-34 વિમાન અને ચાર હેલિકોપ્ટર ગુમાવ્યા.
  9. વિશ્વ બેંકે આગાહી કરી છે કે યુક્રેનની અર્થવ્યવસ્થા 2022માં લગભગ અડધી થઈ જશે.
  10. વિશ્વ બેંક સંગઠને પણ નાણાકીય પ્રતિબંધોને કારણે રશિયાના 2022 જીડીપી ઉત્પાદનમાં 11.2 % ના ઘટાડાની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ

VIDEO : રશિયાના હુમલાથી ‘નિડર’ બોરિસ જોન્સન, PM ઝેલેન્સકી સાથે કિવની શેરીઓમાં બિન્દાસ ફરતા જોવા મળ્યા

આ પણ વાંચોઃ

Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
g clip-path="url(#clip0_868_265)">