OMG ! ડોગની સાથે રમતા રમતા જંગલમાં પહોંચી ગયુ બાળક, 4 દિવસ બાદ આવી હાલતમાં મળી આવ્યુ

ઘણી શોધખોળ બાદ પણ મહિલા આર્સેલી નુનેઝનું બાળક મળ્યું ન હતું, ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમે બાળકની શોધખોળ શરૂ કરી હતી.

OMG ! ડોગની સાથે રમતા રમતા જંગલમાં પહોંચી ગયુ બાળક, 4 દિવસ બાદ આવી હાલતમાં મળી આવ્યુ
3 year old boy missing for 4 days after chasing the dog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:18 AM

ઘણી વખત આપણને આવા સમાચારો સાંભળવા મળે છે, જે આપણા હોંશ ઉડાવી દે છે. આવું જ કંઈક તાજેતરમાં અમેરિકામાં થયું જ્યારે એક માતા તેના બાળક સાથે હતી. અમેરિકામાં છેલ્લા ચાર દિવસથી ત્રણ વર્ષનું બાળક ગુમ થયું હતું. લાખ પ્રયત્નો બાદ પણ બાળકનો પત્તો લાગ્યો નહી. વાસ્તવમાં બાળકની માતા કારમાંથી કેટલીક વસ્તુઓ ઉતારી રહી હતી,  આ દરમિયાન બાળક નાના કૂતરા સાથે રમતી વખતે જંગલ તરફ ગયો. ત્યારથી બાળક ગુમ હતું.

એક રિપોર્ટ અનુસાર, ઘણી શોધખોળ બાદ પણ મહિલા આર્સેલી નુનેઝનું બાળક મળ્યું ન હતું, ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમે બાળકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ બચાવ ટીમ અને પોલીસની ટીમને પહેલા 3 દિવસ સુધી બાળક વિશે કશું જ ખબર ન હતી. પોલીસે જણાવ્યું કે પ્લાન્ટર્સવિલે (ટેક્સાસ) માં, તે એક પાડોશીના કૂતરા સાથે રમી રહ્યો હતો જ્યારે તેની માતા તેની કારમાંથી કરિયાણું ઉતારી રહી હતી.

આ દરમિયાન, બાળક કૂતરાની પાછળ જંગલ તરફ જવા લાગ્યું. જોકે, થોડા સમય પછી કૂતરો પાછો આવ્યો, પણ બાળક પાછું ન આવી શક્યું. પરંતુ પોલીસે બાળકની શોધ ચાલુ રાખી હતી. આખરે, ચાર દિવસ પછી, રેસ્ક્યુ ટીમ અને પોલીસકર્મીને ક્રિસ્ટોફર જંગલ નજીક સલામત રીતે મળી આવ્યો. અન્ય અહેવાલ મુજબ, બાળકને તેની માતા સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો અને તેને તરત જ ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

EquuSearch એ કારમાં બાળકની શર્ટલેસ તસવીર પણ શેર કરી છે. ઘટના અંગે ગ્રીમ્સ કાઉન્ટીના શેરિફ ડોન સોવેલે જણાવ્યું હતું કે, બુધવારે ગુમ થયેલો ક્રિસ્ટોફર શનિવારે સલામત મળી આવ્યો હતો. હાલમાં, શોધવામાં આવી રહ્યું છે કે તેણે ચાર દિવસ સુધી પોતાને જંગલમાં કેવી રીતે બચાવ્યો. બચાવ ટીમ પણ ચાર દિવસ બાદ બાળક મળ્યા બાદ માતા સાથે ખૂબ જ ખુશ છે. તે જ સમયે, કેટલાક લોકો રેસ્ક્યુ ટીમની ઉગ્ર પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?

આ પણ વાંચો –

શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

આ પણ વાંચો –

PM મોદી 15 ઓક્ટોબરે OFB માંથી રચાયેલી 7 સંરક્ષણ કંપનીઓનું ઉદ્ઘાટન કરશે, સ્થાનિક બજારમાં હિસ્સો વધશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">