Mumbai Attack : પાકિસ્તાનની નાપાક હરકત ! 26/11 હુમલાના સુત્રધારોને 13 વર્ષ બાદ પણ છાવરી રહ્યુ છે પાકિસ્તાન
હુમલાના મુખ્ય સુત્રધાર કસાબે મહત્વનો ખુલાસો કરતાકહ્યું હતું કે, આ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં હાજર અન્ય મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Mumbai Attack : આજે 26 નવેમ્બર 2021ના રોજ મુંબઈમાં થયેલા હુમલાને 13 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા આ દિવસે આતંકવાદીઓએ પોતાના નાપાક મનસૂબાથી સપનાના શહેરને (Mumbai City) હચમચાવી નાખ્યુ હતું. પાકિસ્તાનના (Pakistan) આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ લગભગ 4 દિવસ સુધી શહેરમાં 12 હુમલા કર્યા હતા.
મુંબઈની તાજમહેલ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ (Shivaji Terminal) સહિત અન્ય સ્થળો પર થયેલા હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા. 2008માં થયેલા આ હુમલાને 26/11 બ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનની આ નાપાક હરકતે ભારત સરકારને આતંકવાદ વિરોધી કામગીરી માટે ગંભીર અભિગમ અપનાવવા અને તેના પાસાઓની ફરીથી તપાસ કરવા માટે પ્રેરિત કર્યા.
કસાબે કર્યો મહત્વનો ખુલાસો
આ હુમલા બાદ જીવિત પકડાયેલા એકમાત્ર આતંકવાદી કસાબે (Terrorist Kasab) મહત્વના ખુલાસા કર્યા હતા. કસાબે કહ્યું હતું કે આ હુમલાનું આયોજન લશ્કર અને પાકિસ્તાનમાં હાજર અન્ય મોડ્યુલ દ્વારા સંકલન અને સંચાલન કરવામાં આવ્યું હતું. દેશની ગુપ્તચર એજન્સીઓને આપેલી જુબાનીમાં કસાબે કહ્યું હતું કે તમામ હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા અને તેમને નિયંત્રિત કરનારાઓ પણ સરહદ પારથી કામ કરી રહ્યા હતા.
નવાઝ શરીફના દાવાઓનો પર્દાફાશ
હુમલાના લગભગ દસ વર્ષ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે (Former PM Navaz Sharif) સનસનાટીભર્યા ઘટસ્ફોટ સાથે સંકેત આપ્યો હતો કે 2008ના મુંબઈ હુમલામાં ઈસ્લામાબાદે ભૂમિકા ભજવી હતી. આ સમયના પુરાવા એ પણ દર્શાવે છે કે 26/11ના હુમલામાં પાકિસ્તાનનો રાજ્ય પ્રાયોજિત આતંકવાદ સામેલ હતો. ત્રણ આતંકવાદીઓ અજમલ કસાબ, ડેવિડ હેડલી અને ઝબીઉદ્દીન અંસારીની પૂછપરછમાં આ વાત સાબિત થઈ છે.
પાકિસ્તાને 13 વર્ષ બાદ પણ ઈમાનદારી ન બતાવી
પાકિસ્તાને 26/11ની 13મી વર્ષી પર પણ પીડિતોને ન્યાય અપાવવામાં ઇમાનદારી બતાવી નથી, ભારત દ્વારા તેની જાહેર સ્વીકૃતિ સહિતના તમામ પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, 7 નવેમ્બરના રોજ પાકિસ્તાનની અદાલતે હાફિઝ સઈદના આદેશ પર ભયાનક હુમલામાં સામેલ છ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને 2008ના મુંબઈ હુમલાના નેતા ઝકી-ઉર-રહેમાન લખવીની પણ દેશના પંજાબ પ્રાંતના કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે તે 2015થી જામીન પર છે.
આ પણ વાંચો: Pune : સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા પૂણેની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ
આ પણ વાંચો: Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ