US Shooting: અમેરિકાના સાઉથ કેરોલિનામાં મોલમાં ગોળીબાર, 12 લોકો ઘાયલ, ત્રણ શંકાસ્પદની અટકાયત

|

Apr 17, 2022 | 12:15 PM

Firing in America: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક મોલમાં ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક ડઝન લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી છે.

US Shooting: અમેરિકાના સાઉથ કેરોલિનામાં મોલમાં ગોળીબાર, 12 લોકો  ઘાયલ, ત્રણ શંકાસ્પદની અટકાયત
અમેરિકાના સાઉથ કેરોલિનામાં મોલમાં ગોળીબાર, 12 લોકો ઘાયલ
Image Credit source: File Photo

Follow us on

US Shooting: શનિવારે અમેરિકા(America) ના દક્ષિણ કેરોલિના (North Carolina Shooting)ની રાજધાની કોલંબિયાના એક શોપિંગ મોલમાં ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું માનવું છે કે આ અચાનક હુમલો ન હતો. કોલંબિયાના પોલીસ વડા ડબ્લ્યુએચ સ્કિપ હોલબ્રુકે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કોલંબિયા સેન્ટર (Columbia Center)માં થયેલા ગોળીબારના સંબંધમાં હથિયારો સાથે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોલબ્રુકના મતે અમને નથી લાગતું કે આ અચાનક હુમલો હતો. અમે માનીએ છીએ કે તેઓ એકબીજાને ઓળખતા હતા અને કોઈ કારણસર ફાયરિંગ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પીડિતોમાંથી આઠને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ આઠ લોકોમાંથી બેની હાલત ગંભીર છે, જ્યારે 6ની હાલત સ્થિર છે. પીડિતોની ઉંમર 15 થી 73 વર્ષની વચ્ચે છે. સાક્ષી ડેનિયલ જ્હોન્સને કહ્યું કે તે અને તેનો પરિવાર અલાબામાથી આવ્યો હતો અને ફૂડ કોર્ટમાં જમતો હતો ત્યારે તેણે ગોળીબાર સાંભળ્યો અને લોકોને દોડતા જોયા.

લોકો પોતાના પ્રિયજનોને બચાવવા આજીજી કરતા રહ્યા

જોન્સનના જણાવ્યા અનુસાર, લોકો તેમના બાળકો અને પરિવારોને બચાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. દરેક જણ મોલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગોળીબાર બાદ થોડા કલાકો સુધી આ વિસ્તારમાં મોટી પોલીસ હાજરી રહી હતી. મોલની સાથે, પોલીસકર્મીઓ નજીકની હોટલની બહાર તૈનાત હતા, જેને ઘટનાસ્થળે વિખૂટા પડેલા લોકો અને તેમના પરિવારોને ફરીથી ભેગા કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. કોલંબિયાના સેન્ટરે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “આજની હિંસક ઘટના ખૂબ જ વ્યથિત કરનારી છે. અમારી સંવેદના તમામ પીડિતો સાથે છે. અમે અમારી સુરક્ષા ટીમ અને પોલીસ અધિકારીઓના ત્વરિત પગલાં અને સતત સહકાર માટે આભારી છીએ. અમેરિકામાં છેલ્લા બે વર્ષથી ગોળીબારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આના થોડા દિવસો પહેલા ન્યૂયોર્કના મેટ્રો સ્ટેશન પર પણ શૂટિંગ થયું હતું.

આ પણ વાંચો :

Jamnagar: રંગમતી, નાગમતિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના 7 વર્ષથી માત્ર કાગળ પર, જાણો વિકાસને ક્યા ગ્રહણ લાગ્યુ ?

Next Article