અમૃતસર: BSF હેડક્વાર્ટરમાં અંધાધૂંધ ગોળીબારમાં 4 જવાન શહીદ, ગોળીબાર કરનારનું પણ મોત

અમૃતસર: BSF હેડક્વાર્ટરમાં અંધાધૂંધ ગોળીબારમાં 4 જવાન શહીદ, ગોળીબાર કરનારનું પણ મોત
File Photo

આ સમગ્ર ઘટનામાં 10 જવાન ઘાયલ થયા છે, જેમાંથી 4ના મોત થયા છે. જ્યારે ગોળી ચલાવનાર સટ્ટપ્પાએ પણ જીવ ગુમાવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 06, 2022 | 7:28 PM

Amritsar : પંજાબના અમૃતસર શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં BSFના અન્ય એક જવાન સટ્ટપ્પા SKએ સવારે BSFના (Border Security Force) ખાસા હેડક્વાર્ટર 144 (બીએન) શાખામાં બેઠેલા BSF જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં 6 જવાન ઘાયલ થયા છે, જેમાંથી 5ના મોત થયા છે. ગોળી ચલાવનાર જવાન સટ્ટપ્પા SKનું પણ મોત થયું છે. જ્યારે એક જવાનની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. હાલ આ ઘટના બાદ BSFના આઈજી આસિફ જલાલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

લગભગ 6 જવાનોને ગોળીઓ વાગી

કહેવામાં આવી રહ્યું છે કે સટ્ટપ્પા મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતા અને તેમના વરિષ્ઠ અધિકારીઓને તેમની ફરજ બદલવાની કોશિશ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સટ્ટપ્પાની ડ્યૂટી બદલવાને લઈને BSFના એક વરિષ્ઠ અધિકારી સાથે દલીલ થઈ હતી. રવિવારે સવારે ફરજ પર રહેલા સટ્ટપ્પા ગુસ્સામાં આવી ગયા અને પોતાની રાઈફલથી ગોળીબાર કરવા લાગ્યા.

ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય સૈનિકો અહીં-ત્યાં દોડવા લાગ્યા, જ્યાં લગભગ 6 જવાનોને ગોળીઓ વાગી. ઘટના બાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગથી લગભગ 20 કિમી દૂર છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા જવાનોના પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. મળતી માહિતી મુજબ તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર BSF દ્વારા એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Jammu-Kashmir: આતંકવાદીઓની નાપાક હરકત, શ્રીનગરમાં સૈનિકો પર કર્યો ગ્રેનેડ હુમલો, અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati