118 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરવા સાથે ભારતની ડીજીટલ સ્ટ્રાઈક-3, PubGને પણ સાણસામાં લઈ લેવાઈ, ચાઈનાને સીધો મેસેજ, ભારત હવે કશું ચલાવી લેવાનાં મૂડમાં નથી

118 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરવા સાથે ભારતની ડીજીટલ સ્ટ્રાઈક-3, PubGને પણ સાણસામાં લઈ લેવાઈ, ચાઈનાને સીધો મેસેજ, ભારત હવે કશું ચલાવી લેવાનાં મૂડમાં નથી
https://tv9gujarati.in/118-chienese-app…-chalavi-nahi-le/

કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમાં PubG સહિતની 118 મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકાયો છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કલમ 69 (A) હેઠળ આ બધી એપ પર બેન લગાવવામાં આવ્યો છે. મંત્રાલયને ઘણી બધી ફરિયાદોને મળી રહી હોવાને કારણે આ નિર્ણય લીધો છે. જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવાયુ છે કે આ એપ્સ […]

Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 2:37 PM

કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમાં PubG સહિતની 118 મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકાયો છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કલમ 69 (A) હેઠળ આ બધી એપ પર બેન લગાવવામાં આવ્યો છે. મંત્રાલયને ઘણી બધી ફરિયાદોને મળી રહી હોવાને કારણે આ નિર્ણય લીધો છે. જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવાયુ છે કે આ એપ્સ રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરા સમાન હતી અને તેના પર અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકો દ્વારા મળી રહેલી ફરિયાદોમાં કહેવામાં આવ્યુ હતુ કે એન્ડ્રોઈડ અને ISO પ્લેટફોર્મ પર એવી કેટલીય મોબાઈલ એપ્સ છે જે તેના યૂઝરની માહિતી ચોરી કરતી હતી. આ વખતે કેન્દ્ર સરકારે પબજી સિવાય લિવિક, વીચેટ વર્ક અને વીચેટ રીડિંગ, એપલોક, કેરમ ફ્રેન્ડ્સ જેવી મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. પહેલા પણ ભારત સરકારે TikTok, હેલો સહિતની 59 ચીની એપ્સને બેન કરી હતી. ત્યારબાદ જુલાઈના અંતમાં પણ 47 ચીની એપ બેન કરાઈ હતી.

જણાવવું રહ્યું કે ભારતમાં પબજી ગેમનાં 5 કરોડ ડાઉનલોડ હતા તો સામે 3 કરોડ 30 લાખ એક્ટીવ યુઝર્સ હતા જે કહી શકાય કે મહિનામાં એક વાર તો ગેમ રમતા જ હશે. આ એ જ ગેમ હતી કે જેને લઈને ઘણાં વિવાદો પણ ઉભા થયા હતા, ઘણી જગ્યા પર લોકો માનસિક બિમારીનો ભોગ બન્યા હતા તો ઘણી જગ્યા પર આત્મહત્યા,હત્યા, બ્રેઈન સ્ટ્રોકથી મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે તેના પર નક્કરતાથી વિચારીને તેના પર પ્રતિબંધ લગાડી જ દીધો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati