ઉભેલી કાર ઉપર ઝાડ પડે તો ઈન્સ્યોરન્સના રૂપિયા મળે કે ના મળે ?

કાર ઉપર વરસાદ કે વાવાઝોડાને કારણે ઝાડ પડે તો ઈન્સ્યોરન્સ કંપની કારને થયેલ નુકસાન ભરપાઈ કરશે કે આ પ્રકારના ક્લેઈમ ના મંજૂર કરશે ? જાણો કેવી રીતે ઈન્સ્યોરન્સમાં રૂપિયા મળે ?

ઉભેલી કાર ઉપર ઝાડ પડે તો ઈન્સ્યોરન્સના રૂપિયા મળે કે ના મળે ?
tree falls on a parked car ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:20 PM

અત્યારે ચોમાસાના ઋતુ ચાલી રહી છે. વરસાદની સાથે સાથે ઝડપી પવન પણ વહેતો હોય છે. આ પ્રકારનુ વાતાવરણ આમ તો સારુ લાગે પરંતુ આવા વાતાવરણને લઈને કેટલીક સમસ્યા પણ સર્જાતી હોય છે. અવારનવાર એવુ બને છે કે, વરસાદ વરસ્યા પછી ઝાડ પડી જતા હોય છે. કેટલીક વાર કાર કે અન્ય વાહન ઉપર ઝાડ પડ્યાના ફોટા આપણે જોતા હોઈએ છીએ.

આ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન, પથ્થર પડવાના પણ બનાવો બનતા રહેતા હોય છે. જેમાં જાનમાલને નુકસાન થતુ હોય છે. આવામાં પોતાનો અને પોતાની કિમતી ચીજવસ્તુની રક્ષા કરવી અનિવાર્ય હોય છે. આવી સ્થિતિમાં સૌથી વધુ નુકસાન કારને થવાનો ડર રહેતો હોય છે.

તમે પણ તમારી કારનો ઈન્સ્યોરન્સ કરાવી રાખ્યો હશે કે કોઈ કારણસર કારને નુકસાન થાય તો ઈન્સ્યોરન્સ કંપની કારને થયેલ નુકસાન ભરપાઈ કરે. પરંતુ એવુ નથી હોતુ. તમારે પહેલા એ ચકાસી લેવુ પડે છે કે, ઈન્સ્યોરન્સ કંપની કુદરતી આફતને કારણે થયેલ નુકસાન ભરપાઈ કરશે કે નહી ? બહુ જ ઓછી ઈન્સ્યોરન્સ કંપની આ પ્રકારનું નુકસાન ભરપાઈ કરતી હોય છે. એટલા માટે આપે પહેલા એ જાણકારી મેળવી લેવી જરૂરી છે. આજે અમે તમને જણાવીશુ કે, કઈ પરિસ્થિતિમાં કુદરતી આફતને કારણે થનારા નુકસાનને લઈને વીમા કંપનીમાં ક્લેઈમ કરી શકાય.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

કયા પ્રકારનો વીમો હોય છે જરૂરી ?

એક રિપોર્ટ મુજબ, જો તમે તમારી કારનો કોમ્પ્રેહેન્સિવ વીમો ઉતરાવો છો તો, તમે કેટલીક પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ મેળવવા માટે ક્લેઈમ કરી શકો છે. કોમ્પ્રેહેન્સિવ પોલિસી ધરાવનારા, વરસાદને કારણે ઝાડ પડે, ભૂસ્ખલનને કારણે કારને નુકસાન થાય તો નુકસાનની ભરપાઈ માટે વીમા કંપનીમાં ક્લેઈમ કરી શકો છો. કોમ્પ્રેહેન્સિવ પોલિસીમાં જ કુદરતી આફતને કારણે થનારા નુકસાનની ભરપાઈ કરી શકાય છે. અને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સમાં એવી કોઈ જોગવાઈ નથી હોતી.

લોકો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ઉતરાવતા હોય છે જો કે દરેક કાર માટે ઈન્સ્યોરન્સ લેવાનુ ફરજીયાત કરી દેવાયુ છે અને તેમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પણ હોવો જોઈએ. આવી સ્થિતિમાં લોકો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લેતા હોય છે. પરંતુ જો તમે બહાર જઈ રહ્યા હોવ કે જ્યા કુદરતી આપત્તિને કારણ નુકસાન થવાની સંભાવના વધુ હોય તો તમારે કોમ્પ્રેહેન્સિવ પોલિસીની જરૂર રહે. આથી તમારે ઈન્સ્યોરન્સના નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સમાં તમે કુદરતી આપત્તિથી થનારા નુકસાન માટે ક્લેઈમ નથી કરી શકતા.

કેવી રીતે મળે છે ક્લેઈમના નાણાં આ માટે ઈન્સ્યોરન્સ કંપની સાથે તમારે વાત કરવી પડશે. અને તેમના દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશનું પાલન કરવુ પડશે. એની સાથે જ એવી પરિસ્થિતિઓના ફોટા અથવા તો વીડિયો રેકોર્ડીગ પણ જરૂરી છે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ કંપનીની તરફથી માંગવામાં આવતા દસ્તાવેજો પણ તૈયાર કરવા. ત્યાર બાદ, કેટલીક શરતોને આધારે તમારો ક્લેઈમ મંજૂર કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">