AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes In India: દેશના બાળકોમાં વધી રહ્યા છે ટાઈપ-1 ડાયબિટીસના કેસ, જાણો શું છે કારણ

Diabetes in India : ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર ભારતમાં વિશ્વમાં સૌથી વધુ બાળકો ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત છે. નિષ્ણાતો કહે છે કે આ એક આનુવંશિક રોગ છે, જે માતા-પિતા પાસેથી તેમના બાળકોમાં ફેલાય છે.

Diabetes In India: દેશના બાળકોમાં વધી રહ્યા છે ટાઈપ-1 ડાયબિટીસના કેસ, જાણો શું છે કારણ
Diabetes in IndiaImage Credit source: smartperents.sg
Abhigna Maisuria
| Edited By: | Updated on: Jun 07, 2022 | 7:42 PM
Share

ભારતમાં ડાયાબિટીસનો (Diabetes In India) રોગ ખુબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દર વર્ષે તેના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તે ફક્ત નિયંત્રિત કરી શકાય છે. આ ડાયાબિટીસ (Diabetes) એક એવો ખતરનાક રોગ છે જેનો ક્યારેય અંત આવતો નથી અને ઘણા કિસ્સાઓમાં તો ડાયાબિટીસ મૃત્યુ તરફ દોરી જાય છે. એવું માનવામાં આવે છે કે આ રોગ મોટી ઉંમરના લોકોને જ થાય છે, પરંતુ એવું નથી. બાળકોમાં ડાયાબિટીસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર ભારતમાં વિશ્વમાં સૌથી વધુ બાળકો ટાઈપ -1 ડાયાબિટીસથી પીડિત છે. દેશમાં 2.29 લાખથી વધુ બાળકોને ટાઈપ-1 ડાયાબિટીસ છે. તેનાથી પીડિત દરેક પાંચમું બાળક કે કિશોર ભારતીય છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે.

ભારતમાં ગયા વર્ષે ડાયાબિટીસના કારણે લગભગ 6 લાખ લોકોના મોત થયા હતા અને 2045 સુધીમાં આપણા દેશમાં આ રોગથી પીડિત લોકોની સંખ્યા 120 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. દેશમાં ટાઈપ-1 ડાયાબિટીસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ICMR સંસ્થા દ્વારા એક દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે, જેમાં બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકોને ડાયાબિટીસની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ટાઈપ-1 ડાયાબિટીસ શું છે?

જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે, ત્યારે સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ કારણે શરીરમાં ગ્લુકોઝનું સ્તર સતત વધતું રહે છે, જેના કારણે એક સાથે અનેક અંગો પર અસર થઈ શકે છે. આ સ્થિતિમાં ઈન્સ્યુલિનની જરૂર પડે છે. ઈન્સ્યુલિન દરરોજ લેવું પડે છે. આ રોગ ક્યારેય સમાપ્ત થતો નથી અને તેની કોઈ ચોક્કસ સારવાર નથી.

બદલાયેલી જીવનશૈલીના કારણે વધ્યો રોગ

ખરાબ જીવનશૈલીને કારણે ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. લોકો ખાવા-પીવામાં ધ્યાન આપતા નથી અને ન તો પોતાની જાતને એક્ટિવ રાખે છે, જેના કારણે સ્થૂળતા વધે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. કોઈપણ પ્રકારનો ડાયાબિટીસ હોય તે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થવાની સંભાવના છે. જેના કારણે ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી તેની સામે રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

ડાયાબિટીસના લક્ષણો અને બચવાના ઉપાયો

અતિશય પેશાબ, વારંવાર તરસ, વજનમાં ઘટાડો, હંમેશા થાક લાગવો એ ડાયાબિટીસના લક્ષણો છે. આ ડાયાબિટીસથી બચવા માટે તમારી જીવનશૈલીનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ભોજનમાં મીઠું, ખાંડ અને લોટનો ઉપયોગ ઓછો કરો. બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. તમારી બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવો. નિયમિત વ્યાયામ કરો જો શરીરમાં શુગરનું સ્તર વધી રહ્યું હોય તો તેને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લો.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">