World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે

વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો છે. અહીં જાણો ટીબી સાથે જોડાયેલી 4 ગેરમાન્યતાઓ.

World TB Day 2022 : ટીબી સાથે જોડાયેલી આ 4 ગેરમાન્યતા, જે દરેકને જાણવી જરૂરી છે
World TB Day 2022 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:40 PM

ટીબી (TB) માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ (Mycobacterium tuberculosis) નામક બેક્ટીરિયાથી થતી બિમારી છે. આમ તો શરીરમાં ખાસી શરદી હોવાના કારણ અનેક હોય છે પરંતુ ટીબીનીવાત કરીએ તો આ બિમારી ફેફસાને સંક્રમિત કરે છે. ફેફસાના ટીબીથી સંક્રમિત વ્યક્તિને ઉધરસ અને છીંક દરમિયાન નાક અને મોંઢામાંથા લોહી પડવા જેવી સમસ્યા થાય છે. આ બિમારી ઘાતક એટલા માટે છે કે તે શરીરના જે હિસ્સામાં સંક્રમિત થાય છે તે ભાગને સંપુર્ણ ખરાબ કરી નાખે છે. આ માટે ટીબીનો યોગ્ય અને સમયસર ઉપચાર ખુબ જરૂરી બને છે.ડબ્લુએચઓ (WHO)ની માનીએ તો ટીબી હજુ પણ દુનિયાની સૌથી મોટી સંક્રમક કિલર બિમારી છે. રોજ લગભગ 4100 જેટલા લોકો ટીબીના કારણે પોતાની જાન ગુમાવે છે અને 28,000 લોકો આ બિમારીની ચપેટમાં આવે છે.

આ રોગ વિશે લોકોને જાગૃત કરવા અને આ વૈશ્વિક બિમારીને રોકવાના પ્રયાસોને વેગ આપવા માટે દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ડો. રોબર્ટ કોચે 24 માર્ચ 1982ના રોજ ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી, આ કારણથી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. તેની થીમ પણ દર વર્ષે બદલાય છે. વર્ષ 2022 માં વિશ્વ ક્ષય રોગ દિવસની થીમ ‘‘इनवेस्ट टू एंड टीबी सेव लाइव्स’ (Invest to End TB Save Lives)’ છે. આજે વિશ્વ ટીબી દિવસ પર જાણીએ આ જીવલેણ રોગ અને તેના વિશેની ભ્રામિક માન્યતા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મિથ-1

લોકો માને છે કે ટીબી રોગ માત્ર ફેફસાંને અસર કરે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. વિશ્વમાં લગભગ 70 ટકા ફેફસાના ટીબીના દર્દીઓ સામે આવે છે, પરંતુ આ રોગ લોહી દ્વારા તમારા અન્ય અંગોને પણ અસર કરી શકે છે. જ્યારે તે ફેફસાંને અસર કરે છે ત્યારે તેને પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે અને જ્યારે તે અન્ય અવયવોને અસર કરે છે ત્યારે તેને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.

મિથ-2

બીજી માન્યતા એ છે કે ટીબી હંમેશા ચેપી હોય છે. ના, દરેક ટીબી ચેપી નથી. માત્ર પલ્મોનરી ટીબી ચેપી છે. તેના બેક્ટેરિયા ચેપગ્રસ્ત દર્દીની ખાંસી કે છીંક ખાવાથી હવા મારફતે બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી, જે શરીરના અન્ય ભાગોને અસર કરે છે, તે ચેપી નથી.

મિથ-3

ઘણીવાર લોકો માને છે કે ટીબી મૃત્યુ તરફ દોરી જાય છે, પરંતુ એવું નથી. ટીબીની સફળ સારવાર આજના સમયમાં અસ્તિત્વમાં છે. ફક્ત આ રોગને સમયસર ઓળખની જરૂર છે. એકવાર રોગની પુષ્ટિ થઈ જાય, નિષ્ણાતો રોગના ઉપચાર માટે છ થી નવ મહિનાનો સમય લે છે. ગંભીર કિસ્સાઓમાં, આ સારવાર 18 થી 24 મહિના સુધી ચાલી શકે છે. જો તેની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે.

મિથ-4

લોકો માત્ર લાંબા સમયની ઉધરસને જ તેનું મુખ્ય લક્ષણ માને છે, પરંતુ એવું નથી. તેનું પ્રારંભિક લક્ષણ લાંબા સમય સુધી ઉધરસ આવે છે. આ સિવાય ઉધરસમાં કફ કે લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું, છાતીમાં દુખાવો, હળવો તાવ, રાત્રે પરસેવો આવવો પણ તેના લક્ષણો છે. બીજી તરફ, જો એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી હોય, તો અસરગ્રસ્ત વિસ્તારને લગતી ગંભીર પીડા, સોજો અથવા અન્ય સમસ્યાઓ હોઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

આ પણ વાંચો :WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">