World Alzheimer Day : સાવધાન થઈ જાવ ! તમને ભૂલી જવાની આદત છે તો, જાણો આ બીમારી વિશે

|

Sep 21, 2024 | 8:19 AM

World Alzheimer's Day 2024 : અલ્ઝાઈમર એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ નાની-નાની વાતો ને ભૂલવા લાગે છે. પહેલા વૃદ્ધ લોકોને આ બિમારી અસર કરતી હતી હવે આ બિમારી લગભગ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ રોગમાં મગજને પ્રભાવિત કરે છે. દર વર્ષે 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ વિશે જાણો.

World Alzheimer Day : સાવધાન થઈ જાવ ! તમને ભૂલી જવાની આદત છે તો, જાણો આ બીમારી વિશે
World Alzheimer Day

Follow us on

World Alzheimer’s Day 2024 : અલ્ઝાઈમર એક મગજનો રોગ છે જે મગજના એવા ભાગોને અસર કરે છે જે માનવીને વિચારવામાં, સમજવામાં, યાદ રાખવામાં અને લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરે છે. આ રોગ લોકોને પરેશાન કરે છે. અલ્ઝાઈમર રોગ માત્ર દર્દી માટે જ નહીં પરંતુ દર્દીના પરિવાર માટે પણ ઘણા પડકારો બનાવે છે. કારણ કે દર્દી વયના તે તબક્કામાં હોય છે જ્યાં તેને સમજવું અને સમજાવવું બંને મુશ્કેલ હોય છે.

વિશ્વ અલ્ઝાઈમર દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોમાં અલ્ઝાઈમર વિશે જાગૃતિ વધારવાનો છે. આ સિવાય દર્દી અને તેના પરિવારના સભ્યોને પ્રોત્સાહન મળી શકે છે.

વિશ્વ અલ્ઝાઈમર દિવસ 2024 ની થીમ

આ વર્ષે આ દિવસ ડિમેન્શિયાને સમર્પિત છે. આ વર્ષે ઉદ્દેશ્ય લોકોને ડિમેન્શિયા વિશે જાગૃત કરવાનો અને આ સમસ્યાના કિસ્સામાં યોગ્ય સારવાર અને નિવારણ વિશે માહિતી આપવાનો છે. તેમાં આ રોગ અંગે લોકોમાં ફેલાયેલી માન્યતાઓને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે.

મલ્હાર અને પૂજા એક જ દિવસે બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જાણો શું છે કારણ
ઠંડીની ઋતુમાં રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી જાણો શું થાય છે?
જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ

મનોચિકિત્સક ડો.વિનોદ ડૂડી કહે છે કે આ રોગની હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ લાઈફસ્ટાઈલ ફેરફાર કરીને આ રોગને અમુક અંશે ટાળી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં જ ઓપીડીમાં દરરોજ 10 થી 12 દર્દીઓ આવી ફરિયાદો સાથે આવી રહ્યા છે. આ રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ “વર્લ્ડ અલ્ઝાઈમર ડે” ઉજવવામાં આવે છે.

થાઈરોઈડ અને વિટામીન B-12 ની ઉણપને કારણે પણ રોગ થઈ શકે છે

મંથન હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો. રમેશ વર્માએ કહ્યું કે એવું નથી કે આ રોગ માત્ર વૃદ્ધોને જ અસર કરે છે. 15 થી 20 ટકા યુવાનોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને થાઇરોઇડ અને વિટામિન B-12 ની ઉણપથી પીડાતા લોકોમાં પણ અલ્ઝાઇમર રોગ મગજ પર નેગેટિવ અસર કરી શકે છે.

રોગના 4 તબક્કા

  • અલ્ઝાઈમર : આ તબક્કામાં દર્દીના મગજમાં એસિટિલકોલિન તત્વની ઉણપ જોવા મળે છે. જેના કારણે વ્યક્તિના મગજ પર હોર્મોન્સનો બગાડ થવા લાગે છે. ધીરે-ધીરે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
  • લેવી બોડીઝ : આ તબક્કામાં મગજની આસપાસ જોવા મળતા પ્રોટીનમાં અસંતુલન જોવા મળે છે, જે દર્દીની વિચારવાની, સમજવાની અને કામ કરવાની ક્ષમતાને અસર કરે છે.
  • વસેકુલર : આ તબક્કામાં મગજની ધમનીઓમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેના કારણે ધમનીઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેની અસર શરીરની દરેક ધમની પર પડવા લાગે છે.
  • ફ્રન્ટોટેમ્પોરલ : આ તબક્કામાં વ્યક્તિ કેટલીક બાહ્ય ઈજાને કારણે આવે છે. મગજના આંતરિક ભાગમાં અમુક આઘાતને કારણે આવું થાય છે. જેના કારણે મગજ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે.

રોગના લક્ષણો

  • દર્દીની યાદશક્તિ નબળી પડવી.
  • થોડાં કલાકો પહેલા બનેલી વસ્તુઓને યાદ ન રાખી શકવી.
  • મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ અથવા પૈસા ક્યાંક રાખેલા ભૂલી જવાનું.
  • યાદશક્તિની સાથે ભાષાના પ્રવાહ પર પણ નેગેટિવ અસર થઈ શકે છે.

બચવા માટેના ઉપાયો

  1. વૃદ્ધ લોકોએ ક્યારેય માનસિક રીતે નિષ્ક્રિય થઈને ન બેસવું જોઈએ.
  2. પૂરતી ઊંઘ લો, ઓછામાં ઓછી 6 થી 8 કલાક.
  3. તમારા શોખ જેવા કે લખવા, પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવા, ગીતો ગાવા, બાગકામ, રસોઈ બનાવવા માટે નિયમિત સમય આપો.
  4. દરરોજ લુડો અને ચેસ રમો.
  5. પાર્કમાં ફરવું જરૂરી છે.
  6. વ્યક્તિએ સંતુલિત આહાર અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

 

Next Article