સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય

ટ્રિગર થમ્બ અથવા ટ્રિગર ફિંગર્સ એવી સ્થિતિ છે જ્યારે અંગૂઠા અથવા આંગળીઓના રજ્જૂમાં કોઈ કારણસર સોજો આવે છે. રજ્જુએ બારીક દોરો છે જે સ્નાયુઓને હાડકા સાથે જોડાયેલા રાખે છે.

સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:01 PM

કોઈ દિવસ અચાનક જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને તમારા અંગૂઠામાં જકડ અનુભવાય, આંગળી (Fingers) ઓમાં પણ જકડાઈ જાય અથવા એમ જ કામ કરતી વખતે અંગૂઠો સખત પીડા સાથે વળી જાય છે અને પછી તેને સીધો કરવો સરળ મુશ્કેલ લાગતો હોય, તો તેને હળવાશથી ન લો. આ સ્થિતિ ટ્રિગર ફિંગર્સ (Trigger fingers) ની સમસ્યાની નિશાની હોઈ શકે છે.

ટ્રિગર થમ્બ અથવા ટ્રિગર ફિંગર્સ એવી સ્થિતિ છે જ્યારે અંગૂઠા અથવા આંગળીઓના રજ્જૂમાં કોઈ કારણસર સોજો આવે છે. રજ્જુએ બારીક દોરો છે જે સ્નાયુઓને હાડકા સાથે જોડાયેલા રાખે છે. આ કોલેજન પેશીઓથી બનેલા લચીલા અને મજબૂત રેસા છે.

રજ્જુમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થવાથી તેની અસર સ્નાયુઓ સુધી પણ પહોંચે છે અને તે જગ્યાએ દુખાવો અને સોજો આવે છે. ટ્રિગર થમ્બ પોઝિશન પર અંગૂઠાના સાંધા નજીક વળી જાય છે અને ક્લિકના અવાજ સાથે પાછો સીધો થાય છે. આ સાથે જ તીવ્ર પીડા પણ અનુભવાય છે. વાળેલા અંગૂઠાને સીધો કરવો પણ સરળ નથી લાગતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ લોકોને હોય છે વધુ જોખમ

આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે, પરંતુ જે લોકો ડાયાબિટીસ, આર્થરાઈટિસ જેવી સમસ્યાઓથી પીડિત હોય છે અથવા જે લોકોના હાથ કોઈને કોઈ કારણોસર સતત દબાણમાં રહે છે, તેઓ તેનો વધુ શિકાર બને છે. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. પ્રારંભિક તબક્કામાં આ સમસ્યાને સરળ સારવારથી નિયંત્રિત કરી શકાય છે. તેથી, લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

એકલા ભારતમાં દર વર્ષે લાખો લોકો આ સમસ્યાથી પીડાય છે. મોબાઈલ, લેપટોપ, વિડીયો ગેમ્સ જેવી વસ્તુઓનો સતત ઉપયોગ પણ આનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં, અંગૂઠો અથવા આંગળી વળેલી સ્થિતિમાં લૉક થઈ શકે છે.

સવારે રહે છે વધુ અસર

ટ્રિગર ફિંગર કોઈપણ આંગળી અથવા અંગૂઠાને અસર કરી શકે છે. ક્યારેક એક કરતાં વધુ આંગળીઓને અસર થઈ શકે છે અને બંને હાથને પણ અસર થઈ શકે છે. સવારમાં દુખાવો અને જડતા વધુ થાય છે. કેટલીકવાર આંગળી અથવા અંગૂઠો વાળ્યા પછી તેને સીધો થવામાં પણ સમય લાગે છે. ધીરે ધીરે, જેમ તમે શારીરિક રીતે સક્રિય થાઓ છો, તેમ તેમ દુખાવો અને જડતા ઓછી થવા લાગે છે. અંગૂઠામાં અથવા આંગળીની નીચે પણ બલ્જ અનુભવાય છે.

ટ્રિગર ફિંગરથી કેવી રીતે બચવુ

સૌથી પહેલા જેનાથી તમારા આંગળી તથા અંગુઠા પર દબાવ પડે છે એ કામ થોડા સમય માટે બંધ કરી અને આંગળી કે અંગૂઠાને થોડો સમય આરામ આપો. જો તમારે કામ કરવું જ પડે તેમ હોય, તો ગાદીવાળાં મોજાં વાપરો.

આંગળી અથવા અંગૂઠાને ઢાંકતા અથવા તેને ટેકો આપતા સ્પ્લિન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. જેથી આંગળી/અંગૂઠાને હલનચલન વિના તેને રાખી શકાય છે.

તમારા ડૉક્ટર (Doctor) તમને કેટલીક સ્ટ્રેચિંગ કસરતો સૂચવી શકે છે. જેમાં દરરોજ 10-15 મિનિટની આ કસરતને ધીમે ધીમે અડધો કલાક સુધી વધારી દો. આમાં, સોફ્ટ એક્સરસાઇઝ બોલ દબાવવા, અંગૂઠો અને આંગળી જોડીને O બનાવવા, આંગળીઓને ફોલ્ડ કરીને ગણવા જેવી કસરતો કરી શકાય છે.

કસરત કર્યા પછી હળવા હાથે આંગળી કે અંગૂઠાની માલિશ કરો. આના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રહેશે, લચીલાપણું રહેશે અને હલનચલન યોગ્ય રહેશે.

તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખો, તમારું વજન સંતુલિત રાખો અને તમારા યુરિક એસિડ લેવલની તપાસ કરાવો. ક્યારેક આ એ પણ સમસ્યાનું કારણ પણ બની શકે છે. સોજો ઘટાડવા માટે, ડૉક્ટરની સલાહ પર ઠંડા અથવા ગરમ શેક કરો.

નોંધ: આ લેખ મેડિકલ રિપોર્ટસ દ્વારા પ્રાપ્ત જાણકારીઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કોઈ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી તેમજ આ લેખનો હેતુ ફ્કત જાણકારી માટે છે.

આ પણ વાંચો: એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

આ પણ વાંચો: ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">