એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

જોધપુર AIIMSમાં કામ કરતા ઓફિસ બોય સુનીલને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈ વોટ્સએપ સ્ટેટસ મુકવું ભારે પડ્યું છે. જેમાં પોલીસે મોડી રાત્રે તેની અનેક કલમો હેઠળ ધરપકડ કરીને તેને જેલમાં મોકલ્યો હતો.

એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!
Jodhpur Police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 10:49 AM

જોધપુર AIIMSમાં કામ કરતા ઓફિસ બોય સુનીલને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને લઈ વોટ્સએપ સ્ટેટસ મુકવું ભારે પડ્યું છે. જેમાં પોલીસે મોડી રાત્રે તેની અનેક કલમો હેઠળ ધરપકડ કરીને તેને જેલમાં મોકલ્યો હતો. આ બાબતથી એવો સંદેશ મળે છે કે લોકોએ કોઈ અફવામાં ન આવવું તેમજ ખોટી અફવા ફેલાવી નહીં.

જોધપુર એઈમ્સમાં ઓફિસ બોય તરીકે કામ કરતા એક યુવકને કોરોના વાયરસ(Corona Virus)ના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant) અંગે વોટ્સએપ સ્ટેટસ(WhatsApp Status)મુકવું ભારે પડ્યું છે. જોધપુર પોલીસ (Jodhpur Police) કમિશનરેટના બાસની પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાન્ઝિશન એક્ટ વટહુકમ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

વાસ્તવમાં, એઈમ્સ હોસ્પિટલમાં ઓફિસ બોય તરીકે કામ કરતા સુનીલે પોતાનું વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરતા લખ્યું કે જોધપુરમાં ઓમિક્રોન વાયરસનો દર્દી મળી આવ્યો છે અને જોધપુરમાં કોરોનાના નવા પ્રકારે દસ્તક દીધી છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

સુનીલ એઈમ્સ હોસ્પિટલ(AIIMS Hospital)માં કામ કરે છે, તેના સ્ટેટસ પર વિશ્વાસ કરીને, લોકોએ તેને વધુને વધુ વાયરલ કરવાનું શરૂ કર્યું. શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ કોરોના મહામારી અંગે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમ પર ફોન કરીને માહિતી માંગવાનું શરૂ કર્યું હતું.

ડેપ્યુટી સીએમએચઓ પ્રીતમ સિંહે પોલીસ કમિશનરને પોસ્ટની કોપી મોકલીને માહિતી આપી હતી કે કેટલાક લોકો ઓમિક્રોન વેરિઅન્ટ વિશે અફવા ફેલાવી રહ્યા છે અને તેના કારણે શહેરમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનર જોસ મોહનના નિર્દેશન હેઠળ, બસની પોલીસ સ્ટેશને ઓફિસ બોયને કસ્ટડીમાં લીધો હતો. રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ લોકોએ કોઈ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ અને આવી અફવાથી બચવું જોઈએ ત્યારે લોકોએ સરકારી આંકડાઓ અને સત્તાવાર જાહેરાતોને જ સ્વાકરવી જોઈએ. ત્યારે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારત આવી ચૂક્યો છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી જેમાં સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">