AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેક્સિન લેતા પહેલા કોરોના હોય તો? પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લેવો?

વેક્સિનને લઈને લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. જેમ કે જો વેક્સિન લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું. અથવા રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું?.

વેક્સિન લેતા પહેલા કોરોના હોય તો? પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લેવો?
સાંકેતિક તસ્વીર
| Updated on: Apr 24, 2021 | 12:07 PM
Share

કોરોનાવાયરસને નિયંત્રિત કરવા માટે વેક્સિનને જરૂરી શસ્ત્ર માનવામાં આવે છે. આની જરૂરિયાત જોતા, ભારતમાં પણ 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે વેક્સિનને લઈને લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે જો વેક્સિન લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું. અથવા જો રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું. તો ચાલો આવી સ્થિતિમાં શું કરવું.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના ચેપી રોગના નિષ્ણાંત ડો.અમેશ અદલજાએ કહ્યું, ‘જો કોવિડ -19 હોય અથવા લક્ષણો દેખાય તો તમારે વેક્સિન ના લેવી જોઈએ. આનું કારણ એ છે કે તમે સેન્ટર પર વેક્સિન લેવા આવેલા અન્ય લોકોને ચેપ લગાડો નહીં.

રસીની લેતા પહેલાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સિવાય, રસીકરણ કેન્દ્રની અંદર જતા પહેલા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારનાં લક્ષણ જોતાં, ડોક્ટર જાતે જ તમારી અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે.

CDCની માર્ગદર્શિકા અનુસાર, COVID-19 ના દર્દીઓ સંપૂર્ણ રિકવર થાય ત્યાં સુધી અને અઈસોલેશનમાંથી બહાર ના આવે ત્યાં સુધીએ તેને વેક્સિન લેવા માટે રાહ જોવી જોઈએ. સારવાર પત્યા બાદ જ વેક્સિન લેવી જોઈએ.

જો તમને બે ડોઝ વચ્ચે ચેપ લાગ્યો હોય તો શું કરવું

ઘણા લોકોને વેક્સિનની એક માત્રા લીધા પછી પણ ચેપ લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી બીજી માત્રાની તારીખ 3-4 અઠવાડિયા માટે વધારવી જોઈએ. જો કે, તમારે ચોક્કસપણે આ વિશે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોઝ વિશેની તેમની સલાહનું પાલન કરવું જોઈએ.

અધ્યયનો અનુસાર, જો કોઈ વ્યક્તિ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોનાથી સંક્રમિત થાય છે, તો તેને સ્વસ્થ થયા પછી કેટલાક અઠવાડિયા સુધી બીજો ડોઝ ન લેવો જોઈએ. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના નવા અધ્યયનમાં, COVID-19 માંથી સ્વસ્થ થતા દર્દીઓને ઓછામાં ઓછી ત્રણ મહિના પછી રસી લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આને કારણે શરીરમાં એન્ટિબોડીઝ મજબૂત રહે છે અને લાંબા સમય સુધી રહે છે.

અધ્યયનો અનુસાર કુદરતી ચેપમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં, શરીર દ્વારા બનાવવામાં આવતી ઇમ્યુનિટી વેક્સિનથી સારી પ્રતિરક્ષા આપે છે. તેથી, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી, રસીકરણ માટે કેટલાક અઠવાડિયાની રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હંમેશાં ધ્યાનમાં રાખો કે તમે રસીકરણ દ્વારા પોતાને બચાવવાની પ્રક્રિયામાં અન્યને જોખમમાં ન મૂકો. તેથી જો તમને અંદરથી બરાબર લાગતું નથી અથવા જો તમને કોરોનાનાં કોઈ લક્ષણો છે, તો વેક્સિન ત્યારે ના લેશો.

આ પણ વાંચો: કોરોના કાળમાં ડોક્ટરની વાયરલ ચિટ્ઠી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર લખી હૃદયને સ્પર્શી જાય તેવી વાત

આ પણ વાંચો: બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">