બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો

અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં અસંખ્ય લોકોની જનમેદની એકથી કર્યા બાદ બંગાળમાં રાજકીય પાર્ટીઓને અચાનક જન સેવાના અભરખા જાગ્યા છે. અને વેક્સિન ફ્રી આપવાના વચનો બાંધવા લાગ્યા છે.

બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 10:58 AM

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સાથે કોરોનાની બીજી લહેરનો અવાજ સંભળાયી રહ્યો છે. પરંતુ હવે ચૂંટણીના વચનોમાં, કોરોના અને તેની રસીની થવા લાગી છે. અત્યાર સુધી ચૂંટણીમાં માણસોના મોજા ભેગા કરતી પાર્ટીઓને હવે કરોનાના મોજાની ચિંતા થવા લાગી છે. TMC અને ભાજપને હવે કોરોનાની રસી ફ્રીમાં આપવાના વચનો આપીને જનતાની સેવા કરવાના અભરખા જાગ્યા હોય એમ લાગે છે.

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો પશ્ચિમ બંગાળમાં જનતા તેમની સરકાર બનાવશે તો બંગાળના તમામ લોકોને નિ:શુલ્ક કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ચાલો તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવું જ એક ચૂંટણી વચન આપ્યું હતું. જો કે ટીએમસીએ ભાજપની ઘોષણા બાદ પલટવાર કરતા તેને ભાજપનો જુમલો ગણાવ્યો હતો.

26 મી એપ્રિલના રોજ 34 બેઠકો પર સાતમા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મફત રસી આપવાનું વચન આપ્યું હતું. બંગાળ બીજેપીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા પર આવે તો તમામ લોકોને નિ: શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. જણાવી દઈએ કે 29 મી એપ્રિલે આઠમા તબક્કાના મતદાન છે અને તે પછી ચૂંટણીનું દંગલ સમાપ્ત થઈ જશે અને પરિણામ 2 મેના રોજ આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જો કે, ભાજપ દ્વારા નિ:શુલ્ક રસીની જાહેરાત કર્યા પછી તૃણમૂલ કોંગ્રેસે પલટવાર કરતાં કહ્યું હતું કે નવેમ્બર 2020 માં બિહારમાં સત્તા પર આવ્યા બાદ તરત જ ભાજપ સરકાર બિહારમાં નિ:શુલ્ક રસી આપવાનું વચન ભૂલી ગઈ હતી. જણાવી દઈએ કે બિહારની ચૂંટણી દરમિયાન ભાજપે વચન આપ્યું હતું કે જો એનડીએની સરકાર ફરીથી બનાવવામાં આવશે તો તે બિહારના તમામ લોકોને મફત રસી આપશે.

વીડિયો નિવેદનમાં ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે નિ: શુલ્ક રસી આપવાનું ભાજપનું વચન જુમલો છે. યાદ છે બિહારમાં ભાજપે શું કર્યું? તેમણે ચૂંટણી દરમિયાન મફત રસી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ અને તે ભૂલી ગયા. મફત રસી જુમલો છે, બંગાળમાં બધાને વેક્સિન અપાશે. ભાજપ પર વિશ્વાસ ન કરો.

આ પહેલા ગુરુવારે જાહેર સભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મેના રોજ આવશે. અમે 5 મે પછી બંગાળમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને નિ: શુલ્ક કોરોના રસીકરણ આપીશું. ચાલો અમે તમને જણાવી દઈએ કે રાજ્યમાં વધતા કોરોના ચેપના પગલે આ નિવેદનો આવ્યા છે.

આ પણ વાંચો: Corona Duty: મહિલા કોન્સ્ટેબલને ન મળી રજા, પોલીસ સ્ટેશનમાં થઇ પીઠીની વિધિ

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">