Winter Health: શિયાળામાં સૂર્ય સાથે કરી લો મિત્રતા, જાણો સવારે તડકામાં બેસવાના ફાયદા

Winter Health: આપણા વડીલો શિયાળામાં તડકામાં બેસવાનું કહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો સન-બાથ લેવાના ફાયદા?

Winter Health: શિયાળામાં સૂર્ય સાથે કરી લો મિત્રતા, જાણો સવારે તડકામાં બેસવાના ફાયદા
Benefits of taking sunbath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 10:15 AM

Winter Health: નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને ડિસેમ્બર થોડા દિવસોમાં શરુ થઇ જશે. તો હવે ઘણા વિસ્તારોમાં સારા પ્રમાણમાં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા લોકોએ તેમના કબાટમાંથી શિયાળાના (Winter) કપડાં કાઢી લીધા છે. આ સિઝનમાં, મોટાભાગના લોકો શિયાળામાં સન-બાથ (SunBath) લેવાનું સંદ કરે છે. તમને જણાવી દઈએ કે શિયાળામાં સુરજના તડકામાં બેસવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. સુર્યના કિરણોથી માત્ર વિટામિન ડી (Vitamin D) જ મળતું નથી, પરંતુ તેનાથી અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ચાલો જાણીએ કે શિયાળામાં સન-બાથ કરવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

1. વિટામીન-ડી

એ વાત જાણીતી છે કે સવારે સૂર્યના કુણા તડકામાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે સનબાથ કરવાથી સાંધાના દુખાવા અને શિયાળામાં થતા શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

2. સારી ઊંઘ

તડકામાં બેસવાતથી આપણા શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોનથી સારી અને શાંત ઊંઘ આવે છે. આ ઉપરાંત તેનાથી માનસિક તણાવ પણ ઓછો થાય છે.

3. વજન ઘટાડવામાં મદદરૂપ

શિયાળાનો તડકો વજન માટે પણ ફાયદાકારક છે. તડકામાં બેસવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

4. ફંગલ ઇન્ફેક્શન

જો શરીરમાં કોઇપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય તો તડકામાં અવશ્ય બેસવું, કારણ કે તડકામાં બેસવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન મરી જાય છે. તેથી, સૂર્યપ્રકાશ ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.

5. ગંભીર રોગોની સારવાર

સૂર્યના કિરણોમાં કમળા જેવા ગંભીર રોગને દૂર કરવાની ક્ષમતા હોય છે. તેથી કમળાના દર્દીઓએ તડકામાં બેસવું જ જોઈએ. ઘરડા પણ કમળામાં તડકામાં બેસવાની સલાહ આપતા હોય છે.

આ પણ વાંચો: Surat: નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને મહાનગરપાલિકા એલર્ટ, આફ્રિકાથી આવેલા 9 સહિત 351 ક્વોરન્ટાઈન

આ પણ વાંચો: Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">