AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે

મેસેંજર-આરએનએની તકનીક પર આધારિત કોરોના વેક્સિન પ્રારંભિક તબક્કે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં વેક્સિન પર સંશોધન કરવામાં આવ્યું હતું.

ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે
File Image
| Updated on: Apr 24, 2021 | 9:07 AM
Share

કોરોના અને વેક્સિનેશનને લઈને ઘણા સવાલો થતા રહેતા હોય છે. તેમાંથી એક એ છે કે સગર્ભા સ્ત્રીઓ પર વેક્સિનની શું અસર થાય છે. જણાવી દઈએ કે આ આધારે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ અમેરિકામાં થયો હતો જેનો અહેવાલ બહાર આવ્યો છે.

મેસેંજર-આરએનએની તકનીક પર આધારિત કોરોના વેક્સિન પ્રારંભિક તબક્કે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત હોવાનું જાણવા મળ્યું છે. એક અભ્યાસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રારંભિક તારણોમાં એન્ટી-કોરોના વેક્સિન ગર્ભવતી મહિલાઓ અને સામાન્ય મહિલાઓ બંને માટે સમાન સલામત હોવાનું જણાયું છે. ધ ન્યૂ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોના વેક્સિન લેનાર સગર્ભા સ્ત્રીઓ અને સામાન્ય મહિલાઓમાં પ્રતિક્રિયામાં કોઈ ખાસ તફાવત નહોતો. સગર્ભા સ્ત્રીઓએ કોઈ ગંભીર સમસ્યાની ફરિયાદ કરી ન હતી.

યુએસમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ઘણી સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર કુલ 35,691 સગર્ભા સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમને એમ-આરએનએ આધારિત વેક્સિન આપવામાં આવી હતી. મોટાભાગની સ્ત્રીઓ 25 થી 34 વર્ષની વયની હતી અને તેમને ફાઇઝર-એન્બીયોટેક અથવા મોડર્નાની વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લેનારી 3958 ગર્ભવતી મહિલાઓમાંથી ફક્ત 827એ ગર્ભધારણની અવધિ પૂર્ણ કરી હતી. પરંતુ આ 827 મહિલાઓમાંથી, 115 (13.9%)નો ગર્ભપાત થઇ ગયો અને તેઓ મા ના બની શક્યા. જ્યારે 712 (86%) એ જીવંત બાળકને જન્મ આપ્યો હતો. માતા બનેલી મોટાભાગની સ્ત્રીઓને ત્રીજા મહિનામાં વેક્સિન લીધાના અહેવાલ છે. બાળકના જન્મ પછી કોઈ માતા મૃત્યુ પામી ન હતી અને તમામ બાળકો સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું હતું.

વધુ સંશોધન જરૂરી

પ્રારંભિક તારણો સગર્ભા સ્ત્રીઓમાં રસી સંપૂર્ણપણે સલામત રહેવાની બાંયધરી આપતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલાં વધુ સગર્ભા સ્ત્રીઓ પર રસીના પ્રભાવનો અભ્યાસ કરવા સહિતના વિસ્તૃત સંશોધનની જરૂર છે.

તમને જણાવી દઈએ કે આ અભ્યાસ અમેરિકામાં કરવામાં આવ્યો હતો જેમાં ઘણી સગર્ભા સ્ત્રીઓ પર વેક્સિનની અસર નોંધવામાં આવી હતી. ઘણા સારા પરિણામ મળ્યા છતાં પ્રારંભિક તારણોના આધારે સગર્ભા સ્ત્રીઓમાં રસી સંપૂર્ણપણે સલામત રહેવાની બાંયધરી આપવામાં નથી આવી. આ મામલે હજુ વધુ રિસર્ચની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Coronavirus Update : કોરોના વાયરસના બીજા અને ત્રીજા વેરિઅંટ પર રસી કારગર : વૈજ્ઞાનિક

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">