AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે હેપેટાઇટિસ A રોગ ? જેનાથી કેરળમાં થયા છે 12ના મોત, જાણો બીમારીના લક્ષણો અને સારવાર

દક્ષિણ ભારતના કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં હેપેટાઇટિસ A વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. કેરળમાં હેપેટાઇટિસ કેમ વધી રહ્યું છે અને આ રોગ કેવી રીતે જીવલેણ બને છે? આવો જાણીએ નિષ્ણાતો પાસેથી.

શું છે હેપેટાઇટિસ A રોગ ? જેનાથી કેરળમાં થયા છે 12ના મોત, જાણો બીમારીના લક્ષણો અને સારવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2024 | 2:31 PM
Share

દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં દર થોડા મહિને કોઈને કોઈ જીવલેણ રોગનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવે કેરળમાં હેપેટાઇટિસ Aના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં લીવરને નુકસાન પહોંચાડનારી આ બિમારીને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકાર તેને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે. જો કે, હાલમાં હેપેટાઇટિસ Aના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી.

કેરળના મલપ્પુરમ, એર્નાકુલમ, કોઝિકોડ અને થ્રિસુરમાં હેપેટાઇટિસ Aના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 2000 જેટલા કેસ નોંધાયા છે. રોગને લઈને ખરાબ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેરળમાં આ રોગ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

હેપેટાઇટિસ A શું છે?

આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુભાષ ગિરીએ આ વિશે જણાવ્યું કે હેપેટાઇટિસ A મુખ્યત્વે ખરાબ પાણી પીવાથી અને દૂષિત ખોરાક ખાવાથી થાય છે. તે દરેક દર્દીમાં ગંભીર લક્ષણોનું કારણ નથી. મોટાભાગના કિસ્સાઓમાં દર્દી સાજો થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં રોગ ગંભીર બની જાય છે. હીપેટાઈટીસ લીવર ઈન્ફેક્શનનું કારણ બને છે.

આ વાયરસ લીવર પર હુમલો કરે છે. આના કારણે કેટલાક દર્દીઓમાં કમળો પણ થાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે લીવરને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ રોગ લીવર ફેલ થવાનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે. જો આમ ન થાય તો આ સ્થિતિમાં દર્દીના મૃત્યુનું જોખમ રહેલું હોય છે. આ રોગમાં અચાનક લીવર ફેલ થવાથી જ મૃત્યુ થાય છે.

કેમ ઝડપથી ફેલાય છે ?

ડૉ. સુભાષ જણાવે છે કે, હેપેટાઇટિસ A પણ એક પ્રકારનો ચેપી વાયરસ આધારિત રોગ છે જે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. જ્યારે એક વિસ્તારમાં તેના કેસ નોંધાય છે, ત્યારે આ રોગ ઝડપથી ફેલાવા લાગે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારીરિક સંપર્ક દ્વારા હેપેટાઇટિસ A થવાનું જોખમ પણ વધારે હોય છે.

આ ઉપરાંત, ચેપગ્રસ્ત રક્તના ટ્રાન્સફ્યુઝન દ્વારા અને હેપેટાઇટિસથી પીડિત સગર્ભા માતામાંથી તે બાળકમાં સંક્રમિત થવાનું જોખમ રહેલું છે. આ રોગના મોટાભાગના દર્દીઓ સાજા થઈ જાય છે. પરંતુ જે લોકો પહેલાથી જ લીવરની ગંભીર સમસ્યાઓ ધરાવે છે, જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે અથવા લીવરમાં ઘણી ચરબી હોય છે ફેટી લીવર હોય તેઓને હેપેટાઈટીસથી નુકસાન થઈ શકે છે.

શું છે હેપેટાઇટિસ Aના લક્ષણો

  • થાક અને નબળાઇ વર્તાય.
  • અચાનક ઉબકા અને ઉલટી થાય.
  • પેટમાં દુખાવો અથવા ગરબડ લાગે.
  • માટી જેવા રંગનો મળ આવે.
  • ભૂખ ન લાગવી.
  • તાવ આવવો.
  • ઘાટા પીળા રંગનો પેશાબ થવો.
  • સાંધામાં દુખાવો થવો.
  • આંખોમાં પીળાશ જોવા મળે (કમળો)
  • શરીરમાં તીવ્ર ખંજવાળ આવે.

હેપેટાઇટિસ Aની સારવાર શું છે?

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોરે, જણાવ્યું કે હેપેટાઈટીસથી બચવા માટે એક રસી છે. જો તમે હેપેટાઇટિસ A ના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો, તો ડૉક્ટરની સલાહ લો. હેપેટાઇટિસ A રસી અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના એન્ટિબોડીનું ઇન્જેક્શન તમને વાયરસના સંપર્કમાં આવ્યાના બે અઠવાડિયામાં ચેપથી બચાવી શકે છે.

જો તમને લાગતું હોય કે તમે તાજેતરમાં હેપેટાઇટિસથી સંક્રમિત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા છો, તો તમારે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. જો તમને હજી સુધી રોગના લક્ષણો ન હોય તો પણ. હેપેટાઇટિસને સમયસર ઓળખવાથી સરળતાથી તેને નિયંત્રિત કરી શકાય છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો

  • વારંવાર હાથ ધોવા જોઈએ.
  • બહારનો ખોરાક ખાવાનું ટાળો
  • સ્વચ્છ પાણી પીવો અને બને તો ઉકાળીને ઠંડુ કરેલ પાણી પીવો
  • શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા અને પછી સાબુ અને પાણીથી હાથ ધોવા
  • જો તમને ઝાડા- ઉલ્ટી જેવી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">