AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ચિકનપોક્સ’ શું છે અને કેવી રીતે પડ્યું તેનું નામ ? જાણો લક્ષણો સહિતની સંપૂર્ણ વિગત

ચિકનપોક્સને કારણે થતી ફોલ્લીઓ વેરીસેલા-ઝોસ્ટર વાયરસના સંપર્કમાં આવ્યાના 10 થી 21 દિવસ પછી દેખાય છે. ફોલ્લીઓ ઘણીવાર 5 થી 10 દિવસ સુધી રહે છે. અન્ય લક્ષણો કે જે ફોલ્લીઓના 1 થી 2 દિવસ પહેલા દેખાઈ શકે છે .

'ચિકનપોક્સ' શું છે અને કેવી રીતે પડ્યું તેનું નામ ? જાણો લક્ષણો સહિતની સંપૂર્ણ વિગત
What is chickenpox
| Updated on: Apr 23, 2024 | 2:34 PM
Share

ચિકનપોક્સ કે જે ઓરી-અછબડાના નામથી ઓળખવામાં આવે છે તેને શરીર પર શીતળા માતા નિકળવુ પણ કહે છે. આમાં શરીર પર નાની નાની ફોલ્લીઓ દેખાય છે. તેમાં ખૂબ જ ખંજવાળ કરે છે. આપણા માંથી ઘણાને બાળપણમાં ઓછામાં ઓછા એક વખત ઓરી- અછબડા તો થયા જ હશે. તે ખૂબ જ સામાન્ય છે. ત્યારે આ ઓરી-અછબળા કેમ થાય છે તેમજ તેનું નામ ચિકનપોક્સ કેમ અને કેવી રીતે પડ્યું, ચાલો જાણીયે આ ઈન્ટ્રેસ્ટિંગ પ્રશ્નનો જવાબ.

ઓરી અછબડાનું નામ ચિકન પોક્સ કેવી રીતે પડ્યું?

ચિકનપોક્સ નામ સદીઓથી પડ્યું છે, અને તેનું નામ કેવી રીતે પડ્યું તે અંગેના ઘણા સિદ્ધાંતો છે. એક તો તે રોગમાં શરીર પર લાલ દાણાદાર ફોલ્લીઓ દેખાય છે તેમજ તે ફોલ્લીઓ ચણા જેવો આકાર ધરાવતી (ગાર્બનો બીન્સ) જેવી દેખાતી હતી. આ સાથે ચિકનપોક્સની બીમારીમાં ફોલ્લીઓ પર મરઘીએ ચાંચ મારીને નિશાન પાડી દીધુ હોય તેવું દેખાતુ હોવાથી તેને ચિકનપોક્સનું નામ મળ્યું છે, પણ એવું બિલકુલ નથી કે મરઘીના ચાચ મારવાથી ચિકન પોક્સ થાય છે.

ઓરી-અછબળા કે ચિકનપોક્સ કેમ થાય છે?

ચિકનપોક્સ એ વેરીસેલા-ઝોસ્ટર વાયરસથી થતો રોગ છે. તેમા નાના ફોલ્લીઓ થાય છે જેમાં પ્રવાહીથી ભરેલું હોય છે. આ ફોલ્લીના કારણે શરીર પણ ખંજવાળ આવવા લાગે છે. ચિકનપોક્સ એવા લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે જેમને આ રોગ પહેલા ક્યારેય થયો નથી અથવા જેમને ચિકનપોક્સ સામે રસી આપવામાં આવી નથી.

પહેલા ચિકનપોક્સ એક વ્યાપક સમસ્યા હતી, પરંતુ આજે રસી બાળકોને તેનાથી બચાવે છે. કહેવાય છે કે જીવનમાં એકવાર તો દરેક વ્યક્તિનો ઓરી-અછબડા એટલે કે ચિકન પોક્સ જરુર થાય છે.

ચિકનપોક્સના લક્ષણો

ચિકનપોક્સને કારણે થતી ફોલ્લીઓ વેરીસેલા-ઝોસ્ટર વાયરસના સંપર્કમાં આવ્યાના 10 થી 21 દિવસ પછી દેખાય છે. ફોલ્લીઓ ઘણીવાર 5 થી 10 દિવસ સુધી રહે છે. અન્ય લક્ષણો કે જે ફોલ્લીઓના 1 થી 2 દિવસ પહેલા દેખાઈ શકે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • તાવ.
  • ભૂખ ન લાગવી.
  • માથાનો દુખાવો.
  • થાકની સામાન્ય લાગણી અને અસ્વસ્થતા.
  • એકવાર ચિકનપોક્સ ફોલ્લીઓ દેખાય છે,

નાના પ્રવાહીથી ભરેલી ફોલ્લી, જેને વેસિકલ્સ કહેવાય છે, લગભગ એક દિવસમાં બને છે અને પછી ફાટી જાય છે અને તેમાથી પ્રવાહી નિકળે છે.આ રોગ સામાન્ય રીતે તંદુરસ્ત બાળકોમાં હળવો હોય છે. પરંતુ કેટલીકવાર, ફોલ્લીઓ આખા શરીર પર થાય છે.

ચિકનપોક્સના કારણ

ચિકનપોક્સ સામાન્ય રીતે બે કારણોસર થાય છે

  • આનું એક કારણ એ કે તે ગમે તેને જીવનમાં એકવાર તો જરુર થાય છે તેની પાછળ કોઈ કારણ નથી
  •  બીજું કારણ. જો કોઈ ચેપગ્રસ્ત દર્દીના પિમ્પલ્સમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવે તો પણ ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
g clip-path="url(#clip0_868_265)">