Weight loss: વજન ઘટાડવા માટે આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ, ચોક્કસ મળશે લાભ
Aloevera health benefits: અમે તમને એલોવેરાના સેવનથી સંબંધિત ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.વજન ઘટાડવા માટે એલોવેરાના સેવન ખુબ ફાયદા કારક છે. આવો જાણીએ કે તમે કયા ઉપાય અજમાવી શકો છો.

વજન ઘટાડવા (Weight loss) નો પ્રયાસ કરતા મોટાભાગના લોકો વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યા હોય છે. અને પરિણામ ઝડપથી મળે તેવી અપેક્ષા સેવી રહ્યા હોય છે . આવી સ્થિતિમાં તેઓ કોઇ પ્રકારની માન્યતાઓ પર વિશ્વાસ કરી નાખે છે. નિષ્ણાતોના મતે, વજન ઘટાડવા માટે, સંતુલિત આહાર અને વર્કઆઉટ (Workout)ના વિશે વિચારવુ પડશે. સાથે જ સાચી માહિતી હોવી પણ જરૂરી છે. વજન ઘટાડવા માટે બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, જેનું સેવન કરવાથી ત્વરિત પરિણામ મળે છે, પરંતુ પાછળથી સમસ્યાઓ ઊભી થાય છે. આ માટે આવા જ ઘરેલું ઉપાયો પણ અપનાવી શકાય છે.
અમે તમને એલોવેરાના સેવન સંબંધિત ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જોવામાં આવે તો વજન ઘટાડવા માટે એલોવેરાના સેવનથી સંબંધિત આ ટિપ્સ વિશે બહુ ઓછા લોકો જાણે છે. જાણો આ પદ્ધતિઓ વિશે..
લીંબુ અને એલોવેરા
આ બંને ઘટકો વજન ઘટાડવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, તેનું સેવન કરવાની યોગ્ય રીત જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોકટરો પણ વજન ઘટાડવા માટે લીંબુનું સેવન કરવાની સલાહ આપે છે. બંનેનું પીણું બનાવવા માટે એલોવેરા જેલને બ્લેન્ડ કરો અને તેમાં અડધું લીંબુ ઉમેરો. આ પીણું સવારે થોડીવાર શેક કર્યા પછી પીવો.
એલોવેરા અને ગરમ પાણી
ગરમ પાણી પીવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વધારાની ચરબી બાળી શકાય છે. જો એલોવેરા જેલને એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને પીવામાં આવે તો તેનાથી બેવડો ફાયદો થાય છે. હુંફાળું પાણી લો અને તેમાં એલોવેરા જેલ ઉમેરો અને જ્યાં સુધી જેલ પાણીમાં સારી રીતે ભળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે આ ડ્રિંકને પીવો.
જમતા પહેલા એલોવેરાનું સેવન
બહુ ઓછા લોકો જાણતા હશે કે જમતા પહેલા એલોવેરાનું સેવન કરવાથી વજન તો ઘટે જ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એલોવેરા જ્યુસ પીવો. તેનાથી તમારું પાચનતંત્ર મજબૂત થશે અને શરીરમાં રહેલી વધારાની ચરબી પણ બળી જશે. એવું કહેવાય છે કે એલોવેરામાં હાજર વિટામિન બી ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે.
શાકભાજી સાથે એલોવેરા
શાકભાજીનો રસ કાઢીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરીને નિયમિત પીવો. એલોવેરાનો જ્યુસ સ્વાદિષ્ટ નથી અને આ કારણથી તેમાં શાકભાજીનો રસ મિક્સ કરીને પીવો શ્રેષ્ઠ છે. જો તમે ઈચ્છો તો ગાજરના રસમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરીને પી શકો છો.
આ પણ વાંચો :નદીમાં સિક્કા નાખવા એ નથી અંધવિશ્વાસ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ