Weight Loss : વજન ઘટાડવા આ એક જ વસ્તુ કરશે ચમત્કારનું કામ, જાણો કઈ છે એ વસ્તુ ?

તજ (Cinnamon )શરીરના મેટાબોલિક દરને વધારે છે જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

Weight Loss : વજન ઘટાડવા આ એક જ વસ્તુ કરશે ચમત્કારનું કામ, જાણો કઈ છે એ વસ્તુ ?
Weight loss tips (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 8:47 AM

સ્લિમ (Slim )ટ્રિમ બોડી અને હાઈ એનર્જી(Energy ) લેવલ એ દરેક વ્યક્તિનું સપનું હોય છે અને તેથી જ લોકો પોતાને સ્વસ્થ (Healthy ) અને  ફિટ બનાવવાનો પ્રયાસ પણ કરે છે. શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબીને ઓગાળવા માટે લોકો દવાઓથી માંડીને અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચારનો પણ ઉપયોગ કરે છે. આવી જ એક રેસીપી છે તજ, જેનો ઉપયોગ ચરબીને ઝડપથી બર્ન કરવા માટે કરી શકાય છે. એક નવા અભ્યાસ મુજબ, તજ, જે રોજિંદા ખોરાકમાં અન્ય મસાલા સાથે મિશ્રિત થાય છે, તે વજન ઘટાડવા અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ક્લિનિકલ ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં, તજને ચરબી બર્ન કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 12 અઠવાડિયાથી વધુ સમય સુધી તજનું સેવન કરવાથી શરીરનું વજન ઓછું કરવામાં મદદ મળે છે. તે જ સમયે, શરીરની ચરબી અને પેટની ચરબી ઘટાડવાનું પણ સરળ બની શકે છે. તેવી જ રીતે, વર્ષ 2017 માં મિશિગન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં, તે પણ બહાર આવ્યું હતું કે તજ શરીરના મેટાબોલિક દરને વધારે છે જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે તજનો ઉપયોગ કેવી રીતે કરી શકાય

વજન ઘટાડવા માટે તજનું સેવન અલગ-અલગ રીતે કરી શકાય છે. તેને સાદી ચા સાથે ભેળવીને અથવા સલાડમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. વજન ઘટાડવા માટે તજને ડાયટમાં સામેલ કરવાની કેટલીક એવી રીતો વિશે અહીં વાંચો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાણી સાથે

તજના એક કે બે ટુકડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પછી, તેને ફિલ્ટર કરો. આ પાણીમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

તજની ચા

ચા બનાવતી વખતે દૂધની સાથે તજના ટુકડાને ઉકાળવા મૂકો. કાળા મરી, તુલસીના પાન અને આદુ સાથે તજ પાવડર મિક્સ કરો અથવા તજ પાવડર મિક્સ કરો. ચા ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ કે ગોળ નાખીને પી લો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">