Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત
કાકડીના પાણીમાં કેલરી ઓછી હોય છે. તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો અને તેની રેસીપી.
બજારમાં ઘણા ફૂડ્સ, ડાયટ પ્લાન અને સપ્લીમેન્ટ ઉપલબ્ધ છે, જે પેટની ચરબી બર્ન કરવાનો દાવો કરે છે. પરંતુ આમાંથી મોટાભાગની વસ્તુઓ શરીર માટે હાનિકારક બની શકે છે. તંદુરસ્ત આહાર અને થોડી કસરત વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વજન ઘટાડવા માટેના આહારમાં, ફળો, શાકભાજી અને તંદુરસ્ત પીણાંનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે વજન ઘટાડવા પ્રોત્સાહન આપે છે. આવું જ એક પીણું છે કાકડીનું પાણી. એવું માનવામાં આવે છે કે, આ મિશ્રણમાં ઓછી કેલરી હોય છે. તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો અને તેની રેસીપી.
આ વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
કાકડી વિટામિન સી અને કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, જસત, ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમારા વજન ઘટાડવાના આહારમાં કાકડીનો સમાવેશ તમારી પાચન તંત્રને મજબૂત બનાવી શકે છે. તેના સેવનથી કબજિયાત જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે. તેમાં દ્રાવ્ય ફાઇબર વધારે હોય છે જે તેને સ્વસ્થ બનાવે છે.
તે હાઇડ્રેશન અને વજન ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં તેમાં Cucurbitaceae નામનું સંયોજન છે. તે પાચનતંત્ર અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તમારા શરીરને ડિટોક્સ કરે છે. તમે સલાડમાં કાકડીનો સમાવેશ કરી શકો છો. તે શરીરમાં પાણીની કમી પૂરી કરે છે. આ તમને ડિહાઇડ્રેટ થવાથી અટકાવે છે. એક અભ્યાસ મુજબ, કાકડીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કાકડીનું પાણી ઘણા વિટામિન્સ, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સથી સમૃદ્ધ છે. તેમાં ફાયટોએસ્ટ્રોજન અને પાચક ઉત્સેચકો પણ છે જે આંતરડા માટે ફાયદાકારક છે. તે તમારા શરીરને ઠંડુ કરે છે. ઉનાળામાં શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
કાકડીનું પાણી કેવી રીતે બનાવવું?
કાકડી – 1 ગ્લાસ પાણી – 1 લીંબુ – 1 સ્વાદ મુજબ સંચળ
પહેલા કાકડીને પાણીથી ધોઈ લો. તેની છાલ કાઢીને તેના પાતળા ટુકડા કરી લો. આ સ્લાઇસેસને બરણી અથવા પાણીની કાચની બોટલમાં મૂકો. તમે કાકડીના પાણીમાં કેટલાક લીંબુના ટુકડા પણ ઉમેરી શકો છો. લીંબુ અને કાકડીનું પાણી રેફ્રિજરેટરમાં રાતોરાત મેરીનેટ થવા દો. તેને સર્વિંગ ગ્લાસમાં રેડો અને કાકડીનું પાણી પીવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર