AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Addiction : શું તમને પણ ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત છે? તો સુધારી લો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર ભારે પડશે

શું તમે પણ ફોન ( Phone)નો ઉપયોગ ટોયલેટ કે વોશરૂમમાં કરો છો? શું તમે જાણો છો કે આ રીત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવો તમને જણાવીએ આ આદતના ગેરફાયદા

Phone Addiction :  શું તમને પણ ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત છે? તો સુધારી લો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર ભારે પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:59 AM
Share

Phone Addiction : ફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ક્યારેક કામના કારણે તો ક્યારેક લોકો સમય પસાર કરવા માટે ફોનનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે દરેકને તેની આદત પડી ગઈ છે અને જો કોઈ ઈચ્છે તો પણ તેને અવગણી શકાય નહીં. તેનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે નાના બાળકો પણ સ્માર્ટ ફોન (Phone)ના વ્યસની બની ગયા છે. તેનો વધુ પડતો ઉપયોગ એ એક ખરાબ આદત છે. આજે લોકો વોશરૂમ કે બાથરૂમમાં પણ ફોન સાથે લેવાની ભૂલ કરે છે.

આ પણ વાંચો : Health Benefits : જરૂરી નથી મોંઘી બદામ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, મગફળીમાં પણ છે ગુણોનો ખજાનો

ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવા માટે સમયની બચત પણ એક કારણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવો તમને જણાવીએ આ આદતના ગેરફાયદા.

ચેપનું જોખમ

ટોયલેટ અથવા બાથરૂમ ઘરની એવી જગ્યા છે, જ્યાં ખરાબ બેક્ટેરિયા હંમેશા હાજર રહે છે. ટોયલેટનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમે ફોન અહીં લઈ જાઓ છો અને તેને સેનિટાઈઝ કર્યા વિના ઉપયોગ કરો છો, તો તે ચેપનું કારણ બની શકે છે. આના કારણે માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સ્કિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

પાઈલ્સની બિમારી થઈ શકે છે

શું તમે જાણો છો કે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવાથી પાઈલ્સ રોગ થવાનો ખતરો રહે છે. લોકો ટોયલેટમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરે છે આ ભૂલનું સતત પુનરાવર્તન કરવું ભારે પડી શકે છે.

ડાયરિયા

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ટોયલેટમાં ફોન લઈ જવાથી પણ ડાયેરિયા થઈ શકે છે. આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, તેનું મુખ્ય કારણ ખરાબ બેક્ટેરિયા છે, જે ફોનની સ્ક્રીન દ્વારા આપણા શરીરમાં પહોંચે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">