Health Tips: ક્યા વિટામીનની ઉણપથી વારંવાર મોં સુકાવા લાગે છે? શું પીવાથી રાહત મળી શકે?
વારંવાર મોં સુકાઈ જતુ હોય તો શું પીવું જોઈએ? તમે જ્યારે સૂઈનો ઉઠો છો તો તમારુ ગળુ સુકાઈ જાય છે. ઘણીવાર તો રાત્રે પણ જ્યારે તમારી આંખ ખૂલે છે તો તમને તરસ લાગે છે. ખરેખર મોં સુકાવાનો મતલબ એ નથી કે તમને તરસ નથી લાગી છે. તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે.

ઠંડુ પાણી પીધા બાદ પણ જો તમારુ ગળુ સુકાતુ હોય તો અને રાત્રિના સમયે વારંવાર પાણીની જરૂર પડતી હોય તો આ ઋતુગત નથી. અનેક લોકો તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કરે છે. પરંતુ સતત ગળુ સુકાવુ એ શરીરમાં ડ્રિહાઈડ્રેશન, લાળ ઓછી બનવા કે કોઈ ઈન્ટરનલ હેલ્થ પ્રોબ્લેમનો સંકેત હોઈ શકે છે. દિવસભર જેઓ બોલવાનું કામ કરે છે, ઓછુ પાણી પીવાની આદત કે કેફિનનું સેવન કરનારા લોકોમાં આ સમસ્યા સામાન્ય છે. ક્યારેક ધૂળ પ્રદૂષણને કારણે પણ ગળુ સુકાય છે પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો તેની પાછળનું અસલી કારણ જાણવુ જરૂરી છે. જેથી યોગ્ય સમયે સારવાર લઈ શકાય.
ક્યા વિટામીનની કમીથી સુકાય છે ગળુ?
વારંવાર ગળુ સુકાવુ એ માત્ર હાઈડ્રેશનની કમી ને કારણે નથી. પરંતુ ચોક્કસ વિટામિન અને ખનિજોની ઉણપ સાથે પણ જોડાયેલા છે. વિટામિન A ની ઉણપ ગળા અને મ્યુકોસ મેમ્બ્રેનમાં શુષ્કતાનું કારણ બની શકે છે. વિટામિન B કોમ્પ્લેક્સની ઉણપ લાળ ગ્રંથીઓની પ્રવૃત્તિ ઘટાડે છે. આયર્ન અને ઝીંકની ઉણપ પણ ગળામાં બળતરા અને શુષ્કતાનું કારણ બની શકે છે. આ ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ અને પૂરતા પ્રમાણમાં પાણીનો સમાવેશ કરો.
મોં સુકાય ત્યારે શું પીવુ જોઈએ?
જો તમારુ મોં સુકાઈ જાય અને પાણી પીવાથી પણ તમારી તરસ છીપાતી નથી, તો તમારે દિવસભર એક કે બે ગ્લાસ નાળિયેર પાણી પીવું જોઈએ. આ એક કુદરતી, ઇલેક્ટ્રોલાઇટ યુક્ત પીણું છે જે મોં ના સુકાવામાંથી રાહત આપી શકે છે.
વારંવાર મોં સુકાવાના કારણો
વારંવાર મોં સુકાઈ જવુ એ માત્ર તરસનો સંકેત નથી. એ ઘણીવાર શરીરની અંદર થતા ફેરફારોનો સંકેત પણ આપે છે. એન્ટિહિસ્ટામીન, બ્લડ પ્રેશરની દવાઓ અથવા એન્ટીડિપ્રેસન્ટ્સ જેવી દવાઓ પણ મોં સુકાવાનું કારણ બની શકે છે. જો તમે ધૂમ્રપાન કરો છો અથવા દિવસભર બોલવાનું કામ કરો છો, જેમ કે શિક્ષક કે વક્તા, તો સતત બોલવાથી લાળનું ઉત્પાદન પણ ઘટી શકે છે અને મોં સુકુ થઈ શકે છે.
