AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips: ગળ્યુ ખાવાની લાલસાને તમે આ રીતે નિયંત્રિત કરી શકો છો, અપનાવો આ ટિપ્સ

આ મીઠા વ્યસનને અંગ્રેજીમાં સુગર ક્રેવિંગ (Sugar Craving) કહે છે. એવું પણ બને છે કે લોકો પોતાના પરનો કાબૂ ગુમાવી દે છે અને તેઓ મીઠાઈઓનું સેવન કરવા લાગે છે. બીજી તરફ, તજજ્ઞો માને છે કે સાંજના સમયે આપણા શરીરમાં ખાંડની તૃષ્ણા નોંધપાત્ર રીતે વધી જાય છે.

Health Care Tips: ગળ્યુ ખાવાની લાલસાને તમે આ રીતે નિયંત્રિત કરી શકો છો, અપનાવો આ ટિપ્સ
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 9:02 PM
Share

નવા વર્ષ નિમિત્તે ઘણા લોકોએ સ્વસ્થ (Healthy) રહેવાનો સંકલ્પ લીધો હશે અને આ માટે તેઓ વિવિધ પગલાં પણ લેતા હશે. જો કે તેમાંથી ઘણા એવા હશે જેમને મીઠાઈ (Dessert) ખૂબ જ પસંદ હશે, પરંતુ તેના કારણે તેમને વજન ઘટાડવા (Weight Loss)માં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે ગળી વસ્તુઓ વજન વધારે છે. વજન ઘટાડવા માટે તળેલા અને શેકેલા ખોરાક સિવાય મીઠાઈનું પણ સેવન ન કરવુ જોઇએ.

મીઠાઇના આ વ્યસનને અંગ્રેજીમાં સુગર ક્રેવિંગ (Sugar Craving) કહે છે. એવું પણ બને છે કે લોકો પોતાના પરનો કાબૂ ગુમાવી દે છે અને તેઓ મીઠાઈઓનું સેવન કરવા લાગે છે. બીજી તરફ, તજજ્ઞો માને છે કે સાંજના સમયે આપણા શરીરમાં ખાંડની તૃષ્ણા નોંધપાત્ર રીતે વધી જાય છે. જો સાંજના સમયે વધારે કેલેરીવાળો ખોરાક લેવામાં આવે તો તેનાથી વજન વધે છે. તેથી અમે તમને કેટલીક સરળ ટિપ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે ગળ્યુ ખાવાની લાલસા પર ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી શકો છો.

ફળો પર આધાર રાખશો નહીં

ઘણા લોકોને ડાયટિંગ દરમિયાન માત્ર ફળો જ ખાવાનું પસંદ હોય છે, પરંતુ આમ કરવાથી તેમને ભૂખ લાગે છે. ઘણી વખત ભૂખ પર કંટ્રોલ નથી રહેતો અને ગળ્યુ ખાઇ લેવાય છે, આવી સ્થિતિમાં ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ. જેના કારણે પેટ ભરેલું રહે છે અને ગળ્યુ ખાવાની લાલસા રહેતી નથી.

પાણી પીવો

તમને ગળ્યુ ખાવાનું મન થાય ત્યારે પાણી પીવું શ્રેષ્ઠ છે. તેના કારણે તે સમય પુરતુ પેટ ભરાઈ જશે અને ગળ્યુ ખાવાની ઇચ્છા થશે નહીં. કદાચ તમે પાણી પીધા પછી પણ મીઠાઈ ખાશો તો તમને લાગશે કે વધુ ખવાઇ રહયુ છે અને ધીમે ધીમે મન ગળ્યુ ખાવાથી દૂર થવા લાગશે.

તણાવનું કારણ

ઘણી વખત જો ગળ્યુ ખાવાની ઇચ્છા પૂરી ન થાય તો બ્લડ શુગર લેવલ બગડવા લાગે છે અને તેના કારણે તે તણાવ થવા લાગે છે. આવી સ્થિતિમાં, પેટ ભરેલું રાખો, જેથી તમને ગળ્યુ ખાવાની ઇચ્છા ન થાય.

પુષ્કળ ઊંઘ લો

તજજ્ઞોના મતે જો ઉંઘ યોગ્ય રીતે ન આવે તેવી સ્થિતિમાં પણ શરીર શુગરની માગ કરવા લાગે છે. શરીરમાં ઉર્જા જાળવી રાખવા મીઠાઈની માગ ઉભી થાય છે. એટલા માટે આખા દિવસમાં 6 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી શરીર માટે અન્ય ઘણા ફાયદાઓ થાય છે અને પુરતી ઊંઘ ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ કોરોના તબીબી આલમમાં ઘૂસ્યોઃ રાજ્યમાં 40થી વધુ તબીબો પોઝિટિવ

આ પણ વાંચોઃ ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">