કોરોના તબીબી આલમમાં ઘૂસ્યોઃ રાજ્યમાં 40થી વધુ તબીબો પોઝિટિવ

કોરોના તબીબી આલમમાં ઘૂસ્યોઃ રાજ્યમાં 40થી વધુ તબીબો પોઝિટિવ
File Photo

રાજ્યમાં વધી રહેલા કોરોનાને પગલે તબીબો પણ મોટી સંખ્યામાં પોઝિટિવ આવી રહ્યા છે. અમદાવાદમાં 9, વડોદરામાં 6 અને રાજકોટમાં 30 તબીબો પોઝિટિવ આવ્યા છે. આ સાથે નર્સિંગ અને અન્ય સ્ટાફ પણ સંક્રમિત થયા છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 07, 2022 | 8:07 PM

અમદાવાદ (Ahmedabad) માં 9 તબીબો (Doctors) કોરોના (Corona) પોઝિટિવ આવ્યા છે જેમાં સિવિલ હોસ્પિટલના સર્જીકલ વિભાગના ડૉ.હિતેન્દ્ર દેસાઈ પણ સંક્રમિત થયા છે. સૌથી વધુ રાજકોટ (Rajkot) માં 30 અને વડોદરા (Vadodara) માં 6 તબીબ પોઝિટિવ આવ્યા છે. તેમને તો સારવાર માટે દાખલ કરવા પડ્યા છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો સ્ટાફ પણ થયો સંક્રમિત છે. આ સાથે પીઆરઓ પણ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ છે. અન્ય શહેરોમાં પણ તબીબી સેવા સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં ઘણી જગ્યાઓ લોકોમાં કોરોનાની ગાઈડલાઈન પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે, પણ હવે તબીબો પોઝિટિવ આવવા લાગતાં લોકોએ ચેતી જવાની ખાસ જરૂર છે. સરકારે પણ કોરોનાના વધતા સંક્રમણને પગલે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

31 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ કરતાં વાલીઓને રાહત રાજ્યમાં વધતાં જતા કોરોના (CORONA) વાયરસના સંક્રમણ પગલે રાજ્ય સરકાર દ્વારા નવી કોરોના ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી છે. જે મુજબ સ્કૂલોમાં ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી વાલીઓની ચિંતા ઓછી થઈ છે. રાજકોટમાં વાલીઓએ માગણી કરી હતી કે શાળા (School) માં ગાઇડલાઇન (Guidelines)નું પૂરતુ પાલન થતુ નથી. બાળકો પણ પાંચથી છ કલાક માસ્ક સહિતની સાવચેતી રાખી શકે નહીં. વળી હજી નાના બાળકો માટે રસી પણ આવી નથી. આ સ્થિતીમાં બાળકોના ઓનલાઇન વર્ગો બંધ કરવા જોઈએ.

રાજ્યમાં 5396 નવા કેસ રાજ્યમાં આજે 5396 નવા કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં 2311 પોઝિટિવ આવ્યા છે. બીજા ક્રમે સુરત છે જેમાં શહેર-જિલ્લામાં 1452 નવા કેસ આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં 281 અને રાજકોટ શહેર-જિલ્લામાં 272 નવા કેસ આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હવે નાના સેન્ટરોમાં પમ મોટી સંખ્યામાં લોકો પેઝિટિવ આવી રહ્યા છે. જે જોખમ વધી રહ્યું હોવાની નિશાની છે.

આ પણ વાંચોઃ GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

આ પણ વાંચોઃ GUJARAT : કોરોનાનો મહા વિસ્ફોટ, નવા 5396 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 18 હજારને પાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati