Summer Tips : ઉનાળામાં મુસાફરી કરતી વખતે તમારી સાથે આ વસ્તુઓ રાખો, ચેકલિસ્ટમાં સામેલ કરો
જો તમે ઉનાળામાં ક્યાંક દૂર જવાનું વિચારી રહ્યા છો, તો એક ચેકલિસ્ટ બનાવો અને તમારી બેગ પેક કરો. આ ચેકલિસ્ટ સાથે તમે કોઈપણ સમસ્યાનો સરળતાથી સામનો કરી શકો છો
Summer Tips: ઉનાળાની ઋતુમાં તબિયત બગડવાનું જોખમ વધુ રહે છે. મે અને જૂનમાં ગરમીનો વધુ કહેર રહે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે. જો તમે આ સિઝનમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ ઋતુમાં થોડી બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.બીજી બાજુ, જો તમે ક્યાંક દૂર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ચેકલિસ્ટ બનાવીને તમારી બેગ પેક કરો. આ ચેકલિસ્ટ સાથે, તમે કોઈપણ સમસ્યાનો સરળતાથી સામનો કરી શકો છો.
અહીં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ, જેને તમારે ઉનાળાની મુસાફરી દરમિયાન તમારા ચેકલિસ્ટમાં સામેલ કરવી જોઈએ.
પાણીની બોટલ
ઉનાળામાં મુસાફરી કરતી વખતે સૌથી મહત્વની વસ્તુ પાણીની બોટલ છે. પછી ભલે તમે કૉલેજ જાવ કે ઑફિસ. જો તમે ઇચ્છો, તો તમે વ્યક્તિગત બોટલ લઈ લો. જો તમે લાંબા પ્રવાસ માટે જઈ રહ્યા હોવ તો બોટલમાં ઠંડુ પાણી રાખો.
સનગ્લાસ
તડકાથી બચવા માટે સનગ્લાસ જરુર પહેરો, જો તમે બપોરના સમયે મુસાફરી કરી રહ્યા છો તો કડકડતી ગરમી તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે, લાંબા સમય સુધી સુરજના યુવી કિરણોના સંપર્કમાં આવવાથી મોતિયો થવાના ચાન્સ વધી જાય છે.
ડ્રાય ફુટ્સ
ગરમીમાં ટ્રાવેલિંગ કરતી વખતે તમારી સાથે પ્રોટીન બાર, ડ્રાય ફુટ્સ, ચોકલેટ, મગફળી કે પછી એવી વસ્તુઓ તમે રાખો શકો જે ખાવાથી તમારી ભુખ થોડા સમય માટે શાંત રહે. મુસાફરી દરમિયાન સૌથી વધુ ધ્યાન રાખવાની વાત એ છે કે, તમારું બ્લડ પ્રેશર લો ન થાય.
સેનિટાઈઝર
કોરોના વાયરસને ડબલ્યુએચઓએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી થી હટાવી લીધું છે પરંતુ સેનિટાઈઝરનો ઉપયોગ હજુ પણ કરવો જોઈએ. દરેક સમયે હાથ ધોવાનું શક્ય ન હોઈ શકે. એટલા માટે જંતુઓથી બચવા માટે સેનિટાઈઝર રાખો.
ટોપી અથવા સ્કાર્ફ
તડકામાં માથાનો દુખાવો થવો સામાન્ય બાબત છે. આ કિસ્સામાં, તમારી સાથે સ્કાર્ફ અથવા ટોપી રાખો. જેની મદદથી તમે તમારા માથા અને ચહેરાને ઢાંકી શકો છો.
સનસ્ક્રીન
તમારા બેગમાં સનસ્ક્રીન પેક કરો. આ તમારી ત્વચાને ટેનિંગથી બચાવશે. તડકામાં સારા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો જેથી તમારી ત્વચાને ગરમીની અસર ન થાય.