Nerve Pain Home Remedies : આ ઘરગથ્થુ ઉપચાર નસોના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે
જો તમે નિયમિતપણે શરીરની નસોના દુખાવાથી પરેશાન રહો છો, તો તમે આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. આ દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

નસોમાં દુખાવો (Nerve Pain)થવો એ સામાન્ય બાબત છે પણ તે આપણી દિનચર્યાને બગાડી શકે છે. નસોમાં દુખાવો થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાં મગજ, કરોડરજ્જુ અથવા નસોને ઇજા, વધુ પડતા દારૂનું સેવન, કોઈપણ દવા, વિટામીન B12 અથવા B1 ની ઉણપ, નસોમાં બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને ઇન્ફેકશનનો સમાવેશ થાય છે. નસોમાં દુખાવો થવા પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. નસોના દુખાવાની સારવારની ઘણી રીતો છે, જો દુખાવો ગંભીર ન હોય તો તમે ઘરેલું ઉપચાર (Home Remedies) અજમાવી શકો છો. ચાલો જાણીએ કે તમે કયા સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.
સ્નાન કરતી વખતે સિંધવ મીઠાનો ઉપયોગ કરો
નસોની સારવારમાં સિંધવ મીઠું ફાયદાકારક છે. સિંધવ મીઠું મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. નહાવાના પાણીમાં 2 કપ સિંધવ મીઠું સારી રીતે ભેળવી દો. એકવાર સિંધવ મીઠું સંપૂર્ણપણે ઓગળી જાય પછી, દુખાવાવાળા વિસ્તારને લગભગ 30 મિનિટ માટે તેમાં મુકી રાખો. આ રીત તમારા દર્દને દૂર કરવામાં મદદ કરશે.
તમારા આહારમાં હળદરનો સમાવેશ કરો
હળદરમાં ઔષધીય ગુણો છે તેથી જ તેનું આયુર્વેદમાં આટલું મહત્વનું સ્થાન છે. આપણા રસોડામાં મળતો આ નિયમિત મસાલો ન્યુરલજીયાની સારવારમાં ફાયદાકારક માનવામાં આવે છે. હળદર નસોના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.
નસોના દુખાવા માટે હળદરનો ઉપયોગ કરવો એ સૌથી સરળ ઉપાય છે. તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ. એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી હળદર પાવડર મિક્સ કરો. તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર પણ ઉમેરો. આ દૂધને ગરમ કરીને પી લો. તેને અઠવાડિયામાં એક વાર દિવસમાં પીવો.
એપલ સાઇડર વિનેગર પીવો
એપલ સાઇડર વિનેગર ન્યુરલજીઆ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં મદદ કરી શકે છે. એપલ સાઇડરમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ હોય છે જે ન્યુરલજીયાથી રાહત મેળવવા માટે જરૂરી છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં 2-3 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. સ્વાદ માટે 1 ચમચી મધ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને તેનું સેવન કરો. તેને એક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર પીવાથી ન્યુરલજીયા મટે છે.
આ પણ વાંચો-
Overthinking: વધુ પડતું વિચારવાથી જીવન બરબાદ થઈ શકે છે, મન પર આ રીતે રાખો નિયંત્રણ
આ પણ વાંચો-