Overthinking: વધુ પડતું વિચારવાથી જીવન બરબાદ થઈ શકે છે, મન પર આ રીતે રાખો નિયંત્રણ
Overthinking At Night: કેટલાક લોકો રાત્રે ખૂબ જ વિચારવા લાગે છે, જેના કારણે તેમને ઊંઘ આવતી નથી. આ ટિપ્સની મદદથી તમે રાત્રે વધુ પડતાં વિચારવાની સમસ્યામાંથી પણ રાહત મેળવી શકો છો.

આ હકીકત છે કે આપણું મન ક્યારેય ખાલી નથી રહી શકતું અને તેમાં કોઈને કોઈ વિચાર ચાલતો જ રહે છે, પરંતુ કેટલાક લોકોને વધારે વિચારવાની બિમારી હોય છે. જેને ‘ઓવર થિંકિંગનો’ (Overthinking) કહેવાય છે. વધારે વિચારવાથી તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે પરંતુ બ્રેઈન હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા મનને નિયંત્રિત કરી શકો છો અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.
વધુ પડતું વિચારવાનું કેવી રીતે બંધ કરવું?
મનોવૈજ્ઞાનિક અને બિહેવિયરલ થેરાપિસ્ટ ડૉ. કેતમ હમદાન કહે છે કે, વધુ પડતું વિચારવું એ એક મનોવૈજ્ઞાનિક રોગ છે. જે તમારા મનનો ઉપયોગ કરીને તમારું જીવન બરબાદ કરી શકે છે પરંતુ જન્મથી જ આ સમસ્યા કોઈને હોતી નથી. તેથી નીચેની ટીપ્સની મદદથી વધુ પડતી વિચારવાની સમસ્યાને નિયંત્રિત (how to stop overthinking) કરી શકાય છે.
1- ડરને ઓળખો
ડૉક્ટર કેતમ કહે છે કે, મોટાભાગના અનિયંત્રિત વિચારો કોઈ અજાણ્યા ભય અથવા ચિંતાને કારણે આવે છે. તેથી વધુ પડતી વિચારવાની સમસ્યાને રોકવા માટે સૌ પ્રથમ, આ ડરને ઓળખો. તે કેટલાક ભય, ચિંતા, હતાશા અથવા અસુરક્ષાની ભાવનાને કારણે હોઈ શકે છે.
2- સૌથી ભયાનક પરિણામ લખો
તમારા અનિયંત્રિત વિચારોમાંથી નીકળવા માટે સંભવિત ડરામણાં પરિણામો લખો અને તેને વારંવાર વાંચો. આવું કરવું થોડું વિચિત્ર લાગશે, પરંતુ વારંવાર તમારા ડરનો સામનો કરવાથી તમે સામાન્ય અનુભવ કરશો. વધુ પડતા વિચારને દૂર કરવા માટે આ એક ખૂબ જ મદદરૂપ રીત છે.
3- શ્રેષ્ઠ પાસું લખો
કોઈપણ સિક્કાની બે બાજુઓ હોય છે. જો કોઈ વિચાર તમને ડરાવે છે, તો તેનું એક સૌથી ભયાનક અને એક સૌથી સુખદ પરિણામ હશે. તમે તમારા વિચારથી ઉત્પન્ન થવા વાળી સ્થિતિથી સંભવિત સારા પાસાને લખો અને વાંચો. આમ કરવાથી તમે સકારાત્મકતાની નજીક જઈ શકશો.
4- વિચારને ખલેલ પહોંચાડો
તમે વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો, ત્યારે આ પ્રક્રિયાને ખલેલ પહોંચાડો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ કામ કરતી વખતે વિચારવાનું શરૂ કર્યું હોય, તો પછી તમે કામ છોડીને 5 મિનિટ માટે માઇન્ડફુલ વૉક કરો. નિષ્ણાંતોના મતે, ઘણા સંશોધનો કહે છે કે 5 મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવાથી મગજમાં ફીલ-ગુડ એન્ડોર્ફિન હોર્મોન્સ ઉત્પન્ન થવા લાગે છે અને તમને સારું લાગે છે.
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લો
ડો. હમદાન સલાહ આપે છે કે, જો તમે તમારી જાતને વધુ પડતી વિચારવા પર કાબૂ મેળવી શકતા નથી, તો ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લો. કારણ કે, વધારે વિચારવાને કારણે માથાનો દુખાવો, થાક, અનિંદ્રા, ખરાબ પાચન અથવા ભાવનાત્મક પેરાલિસિસ પણ થઈ શકે છે. ભાવનાત્મક પેરાલિસિસના કિસ્સામાં વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બોલવા, હલનચલન અથવા કંઈપણ કરવામાં અસમર્થ હોઈ શકે છે.
આ પણ વાંચો: Health Tips for Men: 40 વર્ષની ઉંમર પર પહોંચ્યા પછી પુરુષોને પરેશાન કરે છે આ સમસ્યા, પહેલાથી રહો એલર્ટ
આ પણ વાંચો: Healthy Food : દરેકના ઘરમાં મળતી મગની દાળ છે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમનો એકમાત્ર ઈલાજ