Breaking News: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ રેકોર્ડ તોડ કમાણી, 6 દિવસમાં જ ફિલ્મનું કલેક્શન ₹1000 નજીક પહોંચી
રણવીર સિંહની ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. 6 દિવસમાં જ ફિલ્મ ₹900 કરોડ પાર કરી ચૂકી છે અને હવે ₹1000 કરોડ ક્લબમાં પ્રવેશ માટે તૈયાર છે.

‘ધુરંધર’ ફિલ્મ સિરીઝ (પાર્ટ 1 અને પાર્ટ 2) બોલીવૂડની સૌથી મોટા સ્કેલ પર બનાવાયેલી પ્રોજેક્ટ્સમાંની એક માનવામાં આવે છે. આ બંને ફિલ્મો માટે મળીને અંદાજિત ₹255 થી ₹280 કરોડ સુધીનો પ્રોડક્શન ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે. શરૂઆતમાં આ સ્ટોરીને એક જ ફિલ્મ તરીકે રજૂ કરવાની યોજના હતી, પરંતુ વાર્તા અને તેના વ્યાપને ધ્યાનમાં રાખીને મેકર્સે તેને બે ભાગમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
ધુરંધર 2 બોક્સ ઓફિસ કલેક્શન
બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના પ્રથમ દિવસથી જ ફિલ્મે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી અને ત્યારથી તેની કમાણીનો ગ્રાફ સતત ઊંચો જ રહ્યો છે. હવે ફિલ્મ એક મોટા માઇલસ્ટોન તરફ આગળ વધી રહી છે.
‘ધુરંધર 2’ એ તેના છઠ્ઠા દિવસે કેટલું કલેક્શન કર્યું?
ફિલ્મે ફક્ત 6 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર ₹500 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જે પોતાના માં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. છઠ્ઠા દિવસે પણ ફિલ્મે મજબૂત કમાણી નોંધાવી છે. મંગળવારે ફિલ્મે અંદાજે ₹56.55 કરોડનું કલેક્શન કર્યું હતું, જે બતાવે છે કે વર્કિંગ ડેઝમાં પણ તેની પકડ મજબૂત છે.
જોકે સોમવારની સરખામણીમાં મંગળવારે કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ કુલ આંકડો હજુ પણ ખૂબ મજબૂત રહ્યો છે. અત્યાર સુધી ફિલ્મનું ભારતમાંથી નેટ કલેક્શન લગભગ ₹575 કરોડથી વધુ થઈ ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે.
વર્લ્ડવાઈડ કલેક્શન
વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે લગભગ ₹900 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વિદેશી બજારમાંથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે કુલ કમાણીમાં મોટો ફાળો મળ્યો છે. આ જ ગતિ ચાલુ રહી તો ફિલ્મ ટૂંક સમયમાં ₹1000 કરોડનો આંકડો પાર કરી શકે છે.
ફિલ્મના પ્લસ પોઈન્ટ
ફિલ્મ માટે સકારાત્મક બાબત એ છે કે રોજિંદી કમાણી હજુ પણ ₹50 કરોડની આસપાસ જાળવાઈ રહી છે. ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ટ્રેન્ડ યથાવત રહેશે, તો આવનારા વીકએન્ડમાં ફિલ્મની કમાણીમાં ફરી તેજી આવી શકે છે.
રણવીર સિંહની એનર્જીથી ભરપૂર એક્ટિંગ અને ફિલ્મની મોટી સ્કેલ પર બનેલી પ્રેઝન્ટેશન દર્શકોને ખૂબ ગમી રહી છે. આ ફિલ્મ માત્ર કમાણીના આંકડાઓ માટે જ નહીં, પરંતુ નવા રેકોર્ડ બનાવવા માટે પણ ચર્ચામાં છે.
હવે સૌની નજર એ પર છે કે ‘ધુરંધર 2’ કેટલા સમયમાં ₹1000 કરોડ ક્લબમાં સામેલ થાય છે અને શું તે રણવીર સિંહના કારકિર્દીનો સૌથી મોટો માઇલસ્ટોન સાબિત થશે.
25 માર્ચના મહત્વના સમાચાર : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી
