Sugarcane Juice Benifit: શેરડીનો રસ છે અનેક બીમારીનો રામબાણ ઈલાજ, બીમારીઓ થશે છુમંતર

ગરમીમાં તાજગી અને ઠંડક માટે ઘણા પ્રકારના કોલ્ડડ્રિન્કનું સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળામાં કોઈ ડ્રિન્કની જગ્યાએ શેરડીના રસનું (Sugarcane juice) સેવન કરવામાં આવે તો તમને તાજગી અને ગરમીથી રાહત મળે છે.

Sugarcane Juice Benifit: શેરડીનો રસ છે અનેક બીમારીનો રામબાણ ઈલાજ, બીમારીઓ થશે છુમંતર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 29, 2021 | 5:17 PM

ગરમીમાં તાજગી અને ઠંડક માટે ઘણા પ્રકારના કોલ્ડડ્રિન્કનું સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળામાં કોઈ ડ્રિન્કની જગ્યાએ શેરડીના રસનું (Sugarcane juice) સેવન કરવામાં આવે તો તમને તાજગી અને ગરમીથી રાહત મળે છે. શેરડીના રસમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે. આ સિવાય શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે. શેરડીના રસનું સેવન ફક્ત કેન્સરના ખતરાથી જ નથી બચાવતું, પરંતુ કિડની સ્ટોન કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગનિઝ હોય છે.

કેન્સરનો ખતરો થાય છે દૂર  શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. તેના એન્ટી કેન્સર ગુણને લીધે જ્યારે તમે શેરડીનો રસ પીતા હોય ત્યારે તે કેન્સરના વધતા કોષોને રોકે છે અને તમે કેન્સરના જોખમથી બચી શકો છો. આ સિવાય જો તમે આ ગંભીર રોગથી પીડિત છો તો તે તમને તેના જોખમથી બચાવવામાં પણ ઘણી મદદ કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કમળાને મટાડવામાં મદદરૂપ કમળાને દૂર કરવામાં શેરડીનો રસ મદદરૂપ છે. આ સિવાય થોડા દિવસ લગાતાર શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.

એનર્જી મળે છે શેરડીના રસનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે. શેરડીનો રસ પીવાથી તાજગી મહેસુસ થાય છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ શેરડીના રસનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં ઘણું ફાયદેમંદ રહે છે. શેરડીના રસમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે પેટને ઘણા સમય સુધી ભરેલું રાખે છે. શેરડીનો રસ પીધા બાદ લાંબા સમય સુધી કંઈ ખાવાની ઈચ્છા થતી નથી.

ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ શેરડીનો રસ પી શકે છે. આ રસમાં આઈસોમલ્ટઝ નામનું તત્વ હોય છે. જેમાં ગ્લાયકેમિકનું પ્રમાણ ઓછું હોય છે. આ કારણે તેને નુકસાન થતું નથી.

ઈમ્યુનિટી વધારે છે શેરડીનો રસ પીવાથી ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ મળે છે. ઉપરાંત, ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે.

શરદીની સમસ્યા કરશે દૂર શેરડીનો રસ પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ દૂર કરવામાં ઘણી મદદ મળે છે. આ સાથે જ કાકડાની સમસ્યા ઓછી કરવામાં પણ તે મદદગાર છે.

નખને બનાવે શાનદાર જો તમારા નખ ખુબ શુષ્ક હોય છે અને વારંવાર તૂટી જાય છે તો પછી આ સમસ્યાને દૂર કરવા માટે તમે થોડા દિવસ માટે સતત શેરડીનો રસ પી શકો છો.

કરચલીઓ દૂર કરશે શેરડીનો રસ પીવાથી ચહેરા પરની કરચલીઓ અને પિગમેન્ટેશન દૂર થાય છે. એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે ફ્રી રેડિકલની અસરને ઘટાડવામાં મદદ કરે છે.

કિડની સ્ટોનને દૂર કરવામાં કરે છે મદદ શેરડીનો રસ કિડનીના સ્ટોનને દૂર કરવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કિડનીમાં સ્ટોનની સ્થિતિમાં ડોકટરોને શેરડીનો રસ પીવાની સલાહ પણ આપવામાં આવે છે. હકીકતમાં શેરડીના રસમાં એસિડિક ક્ષમતા હોય છે, જેના કારણે કિડનીનો સ્ટોન ધીમે ધીમે ગળી જાય છે અને તેને નાનું બનાવે છે અને પેશાબ દ્વારા પણ બહાર કાઢે છે. તેથી જો તમે આ કિડની સ્ટોનથી પરેશાન છો અથવા આ ભયથી બચવા માંગો છો તો પછી શેરડીનો રસ પીવો તમારા માટે ફાયદાકારક રહેશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">