Health: શરદી અને ફ્લૂના કારણે ઉંઘમાં પડે છે ખલેલ, અજમાવો આ ટિપ્સ

શરદી અને ઉધરસની સમસ્યા હોય ત્યારે ઊંઘમાં ઘણી સમસ્યા થાય છે. સૂતી વખતે યોગ્ય રીતે શ્વાસ ન લેવાને કારણે સતત બેચેની રહે છે, જેના કારણે ઊંઘ પુરી નથી થતી.

Health: શરદી અને ફ્લૂના કારણે ઉંઘમાં પડે છે ખલેલ, અજમાવો આ ટિપ્સ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 10:35 PM

શિયાળા (Winter)ની ઋતુમાં શરદી (Cold) અને ફ્લૂ ( flu)ની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. ઘણીવાર લોકો તેના પર બહુ ધ્યાન આપતા નથી. પરંતુ ક્યારેક શરદીને કારણે નાક બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં છાતીમાં લાળ જકડવા લાગે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મોટાભાગની સમસ્યા સૂતી વખતે થાય છે.

સૂતી વખતે યોગ્ય રીતે શ્વાસ ન લેવાને કારણે સતત બેચેની રહે છે, સાથે જ માંસપેશીઓમાં ખૂબ દુખાવો થાય છે. ઊંઘ ન આવવાથી બેચેની વધવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો અહીં જાણો કેટલીક એવી રીતો જેના દ્વારા તમને શરદી-ઉધરસના કારણે ઊંઘવામાં તકલીફ નહીં પડે અને તમે ઘણું સારું અનુભવશો.

સૂતા પહેલા સ્ટીમ લો

શરદી-ઉધરસ થાય ત્યારે સ્ટીમ ખૂબ જ ફાયદાકારક રહે છે. તમે દિવસના કોઈપણ સમયે સ્ટીમ લઈ શકો છો, પરંતુ તમારે ખાસ કરીને સૂતી વખતે સ્ટીમ લેવુ જોઈએ. સ્ટીમ તમારા બંધ થયેલા નાકને ખોલે છે અને ઘણી રાહત આપે છે. તમે સ્ટીમ માટે વેપોરાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા વાસણમાં પાણી ઉકાળી અને તમારા માથાને ટુવાલ વડે ઢાંકી શકો છો. સ્ટીમ લેતી વખતે પાણીમાં અજમો અથવા નીલગિરીનું તેલ ઉમેરો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગાર્ગલ

જો શરદીને કારણે ગળામાં દુખાવો થતો હોય તો સૂતા પહેલા હુંફાળા પાણીથી ગાર્ગલ કરો. ગાર્ગલિંગ કરતી વખતે પાણીમાં થોડું રોક મીઠું મિક્સ કરો. તેનાથી ગળાના દુખાવામાં આરામ મળશે અને ઊંઘ સારી આવશે.

સરસવનું તેલ

જો શક્ય હોય તો સરસવના તેલને નવસેકુ ગરમ ​​કરો, સૂતા પહેલા નસકોરામાં તેલના બે ટીપા નાખો. તેનાથી તમારું નાક ખુલી જશે. સાથે જ શરદીમાં પણ ઘણી રાહત મળશે.

હ્યુમિડિફાયરનો ઉપયોગ

સૂતી વખતે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાથી પણ તમને આરામ મળે છે. તે તમારા રૂમમાં ભેજ જાળવી રાખે છે, તે શ્વાસ લેવાનું થોડું સરળ બનાવે છે. જો કોઈ હ્યુમિડિફાયર નથી તો તમે આ માટે વેપોરાઈઝરનો ઉપયોગ પણ કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો- Health: અંજીરના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

આ પણ વાંચે- Women and Health: પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માગો છો? આ પીણાનું સેવન કરો

g clip-path="url(#clip0_868_265)">