Robotic Joint Replacement : રોબોટિક આસિસ્ટેડ સર્જરી કેટલી ફાયદાકારક, ડૉ. સતીશ પટેલે આપી માહિતી, જુઓ Video
રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક નવીન ટેકનોલોજી છે જે પરંપરાગત સર્જરી કરતાં વધુ ચોક્કસ પરિણામો આપે છે. ડો. સતીશ પટેલ, એક અનુભવી હિપ અને ઘૂંટણના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન દ્વારા આ સર્જરીના ફાયદાઓ વિશે મહત્વની જાણકારી આપી છે.

ઓર્થોપેડિક સર્જરીમાં નિત નવી ટેકનોલોજીનો સમાવેશ થતો જઈ રહ્યો છે. ખાસ કરીને ઘૂંટણ અને હિપના સાંધાની રિપ્લેસમેન્ટ સર્જરીમાં હવે રોબોટિક આસિસ્ટેડ સર્જરીનો વધારો જોવા મળ્યો છે. આ નવી પદ્ધતિ વિશે સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. સતીશ પટેલના અનુસંધાને નીચે મહત્વની વિગતો આપી છે..
રોબોટિક જૉઇન્ટ રિપ્લેસમેન્ટનાં ફાયદાઓ
અદભુત ચોકસાઈ (Precision): રોબોટિક ટેકનોલોજી નક્કી કરે છે કે હાડકાં કયા ઍંગલ પર અને કઈ ઊંડાઈએ કાપવા. તેમાં આટલી ચોકસાઈ માનવ હસ્તકલા દ્વારા શક્ય નથી.
કસ્ટમાઇઝ્ડ પ્લાનિંગ : દર પેશન્ટ માટે જુદું 3D મોડેલ તૈયાર થાય છે જે CT સ્કેનના આધારે બને છે. તેના આધારે ઓપરેશન પહેલાં જ સંપૂર્ણ પ્લાનિંગ થઇ જાય છે.
હેપ્ટિક બોર્ડર સુરક્ષા: રોબોટિક સિસ્ટમમાં ‘હેપ્ટિક બોર્ડર’ એટલે કે લક્ષ્મણ રેખા જેવી સેટિંગ હોય છે. સર્જન ઉપકરણને બહાર દબાવવાનો પ્રયાસ કરે તો પણ મશીન અટકી જાય છે, જેને કારણે પેશન્ટની સલામતી વધે છે.
ઝડપી રિકવરી અને ઓછી પીડા: ઓપરેશન પછી પેશન્ટને સામાન્ય રીતે ઓછી પીડા અનુભવાય છે અને ઝડપથી સામાન્ય દિનચર્યામાં પાછા ફરી શકે છે.
લીગામેન્ટ સંતુલનનું મૂલ્યાંકન : રોબોટિક સિસ્ટમથી લીગામેન્ટની ટાઈટનેસ કે ઢીલાશ પણ સમજી શકાય છે, જેથી જોઈન્ટ વધુ સ્થિર બનાવાય.
ઓછી ભૂલની શક્યતા: માનવ ભૂલની શક્યતા ઘટે છે કારણ કે રોબોટ ઓપરેશન દરમિયાન ચોક્કસ દિશામાં જ કામ કરે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
