AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News : ભૂલથી પણ આ 4 લક્ષણને અવગણશો નહીં, તમને જીવનભર દર્દી બનાવી દેશે

Rheumatoid Arthritis: રુમેટોઈડ આર્થરાઈટિસએ સાંધાનો ખૂબ જ ખતરનાક રોગ છે. જેમાં માત્ર સાંધાનો દુખાવો જ નથી થતો પરંતુ શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે, જો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કામ કરતી વખતે શરીરમાં થાક લાગવો અનેક બિમારીઓનો સંકેત હોય શકે છે.જો તમને ભૂખ ન લાગે તો આ પણ રુમેટાઈ આર્થરાઈટિસનું કારણ હોય શકે છે.

Health News : ભૂલથી પણ આ 4 લક્ષણને અવગણશો નહીં, તમને જીવનભર દર્દી બનાવી દેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 11:09 AM
Share

આજકાલ, મોટાભાગના લોકો ખાવાની રીતને કારણે અનેક રોગોનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બીમારીઓમાં ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નામ પણ સામેલ છે. જેમાંથી એક રુમેટોઈડ આર્થરાઈટિસ છે. જે એક બીમારી પણ છે. જેમાં ઈમ્યૂન સિસ્ટમ શરીરના સાંધાને નુકસાન પહોંચાડે છે. આ રોગ એટલો ખતરનાક છે કે તેમાં દર્દીઓને જીવનભર સાંધાના દુખાવા (Joint Pain problems)નો સામનો કરવો પડે છે.

પરંતુ હેલ્થ એક્સપર્ટ એ પણ કહે છે કે, આ રોગની ઓળખ કરી આ ગંભીર રોગથી બચી શકાય છે. ચાલો જાણીએ આ બિમારીના લક્ષણો વિશે. આ લક્ષણો જોવા મળતા જ તમારે સાવધાની રાખવાની જરુર છે.

થાક લાગવો

દિવસભર નાના-મોટા કામ કરતી વખતે શરીરમાં થાક લાગવો અનેક બિમારીઓનો સંકેત હોય શકે છે. રુમેટાઈડ આર્થરાઈટિસના પણ કેટલાક આવા જ લક્ષણો છે. જો તમે પણ દિવસભર થાક કે પછી કમજોરી જેવું મહેસુસ કરી રહ્યા છો. તો ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.

ભૂખ લાગવી

જો તમે જાણીને હેરાન થઈ જશો. જો તમને ભૂખ ન લાગે તો આ પણ રુમેટાઈ આર્થરાઈટિસનું કારણ હોય શકે છે. આ લક્ષણ સામાન્ય રીતે અન્ય કોઈ સ્વાસ્થ સમસ્યા સાથે જોડાયેલા હોય શકે છે.તેથી, જો તમને હાડકાં અથવા સાંધાઓમાં દુખાવો અને સોજો લાગે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

સોજો

સાંધામાં સોજો અને લાલાશ એ આર્થરાઈટિસની મુખ્ય નિશાની હોઈ શકે છે. જો તમને કોઈપણ ઈજા વિના અથવા કોઈ કારણ વગર સોજો અને લાલાશ હોય તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.

સમગ્ર વિશ્વમાં 12મી ઓક્ટોબરે World Arthritis Dayની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સાંધાને અસર કરતા સંધિવા રોગ વિશે જાગૃતિ લાવવાનો છે.

આ પણ વાંચો : Health Wealth : વધુ માત્રામાં પેઈન કિલરનું સેવન કરવાથી તમારી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે! જુઓ Video

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">