Health Wealth : વધુ માત્રામાં પેઈન કિલરનું સેવન કરવાથી તમારી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે! જુઓ Video
જ્યારે આપણને દુખાવો થાય છે, ત્યારે આપણે ઘણીવાર ઘરે પેઇન કિલરનો ઉપયોગ કરીએ છીએ. તેનો લાંબા સમય સુધી અને વધુ પડતો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સતત બે-ત્રણ મહિના સુધી પેઈનકિલર્સ (Painkillers )નું સેવન કરે છે તો તેની કિડની બગડી શકે છે.

Health Wealth : પેઈનકિલર (Painkillers ) એવી દવા છે જે તમારા તમામ રોગો મટાડી દે છે. ભારતમાં તો લોકો પુષ્કર પ્રમાણમાં આ દવાનું સેવન કરે છે. આ દવા નાની થી લઈ મોટો દુખાવો ચપટ્ટીમાં મટાડી દે છે. પરંતુ આ દવા તમારા સ્વાસ્થ માટે નુકસાનકારક છે. આમ લોકોને પેઈનકિલર દુખાવો તો મટાડી દે છે. પરંતુ તમારા માટે નુકસાનકારક છે. તમને રોજની ટેવ પડી જાય છે. સમય જતા આ દવા તમારા માટે મોટી આફત બની શકે છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા છે આ નુકસાન,
પેઈનકિલર્સનું સેવન કિડની બગડી શકે છે
સૌથી પહેલા તો પેઈનકિલરનો ઉપયોગ માથાનો દુખાવો, કમરનો દુખાવો, પેટનો દુખાવો સાંધાના દુખાવા સહિત શરીરના અન્ય દુખાવા માટે કરે છે. આ માટે લોકો આ દવાનો ઉપયોગ કરે છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે,પેઇનકિલર એટલી મજબૂત છે કે તેની અસર તરત જ થાય છે. જેના કારણે લોકોને તેની આદત પડી જાય છે. જો કોઈ વ્યક્તિ સતત બે-ત્રણ મહિના સુધી પેઈનકિલર્સનું સેવન કરે છે તો તેની કિડની બગડી શકે છે.
રોગ પ્રતિકારક શકતિ પણ નબળી પડે છે
જેમને માથાનો દુખાવો, તણાવ અથવા સાંધાના દુખાવા માટે પેઇનકિલર્સ લે છે અને તેની અસર તેમની કિડની પર જોવા મળે છે. લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના પેઇનકિલર્સ લેવાનું શરૂ કરે છે. વધારે સેવનથી હાર્ટ એટેકનો પણ ખતરો વધી જાય છે. તમારી રોગ પ્રતિકારક શકતિ પણ નબળી પડી જાય છે, નબળાઈ અને બિમાર પડવા લાગો છો. કારણ કે, તમે જે કોઈ દવા લો છો તે તમારા લોહીમાં ભળી જાય છે. એક રિસર્ચ અનુસાર કિડની ફેલ થવાનું કારણ મોટી માત્રામાં પેઈન કિલર્સનો ઉપયોગ કરવો છે.
પ્રેગ્નેટ મહિલાઓ માટે ખુબ જ નુકસાનકારક
સાથે આપણું લિવર પણ નબળું પડી જાય છે. વધુ પેઈનકિલર્સ ખાવાથી પેટમાં અલસર , બાવાસીર કે પછી લોકો માનસિક પણ થઈ જાય છે. બ્લ્ડ પ્રશેર પણ વધી જાય છે. લોહી પાતળું પડી જાય છે. પેઈનકિલર્સ પ્રેગ્નેટ મહિલાઓ માટે ખુબ જ નુકસાનકારક છે. જેનાથી માતા અને બાળક બંન્નેને જીવ પણ લે છે. હાર્ટના દર્દીઓએ પણ આ દવાથી દુર રહેવું છે. તેનાથી હુમલો આવવાનો પણ ભય રહે છે. માટે તમે જો પેઈનકિલર દવાનો વધારો પડતો ઉપયોગ કરી રહ્યા છો તો આજે જ આ સેવન બંધ કરી દો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.